Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વડોદરાના માંજલપુરમાં એપાર્ટમેન્ટની દુકાનમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડનાર બુકી સહીત ચાર આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડ્યા: 32 હજારનો મુદામાલ જપ્ત

વડોદરા: શહેરના માંજલપુર કેદારધામ એપાર્ટમેન્ટની  દુકાનમાં સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે રમાતી ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બુકી સહિત ચાર આરોપીઓને માંજલપુર પોલીસે ઝડપી પાડી ૩૨ હજાર રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ચાલતી ટવેન્ટી ટવેન્ટી ક્રિકેટ મેચના સટ્ટો રમાડવામાં આવતો હોવાની માહિતી માંજલપુર પોલીસને મળી હતી. જે બાતમીના આધારે માંજલપુર પોલીસે માંજલપુર શ્રીહરિ પાર્ટી પ્લોટની સામે કેદારધામ એપાર્ટમેન્ટની દુકાનમાં રેઈડ પાડી હતી. પોલીસે ધક્કો મારીને દુકાનનો દરવાજે ખોલતા ચાર વ્યક્તિઓ હાથમાં મોબાઈલ ફોન લઈને બેઠા હતા. દુકાનમાં બેસેલા હિતેન  નરેન્દ્રભાઈ પટેલ (રહે.સંતરામપાર્ક સોસાયટી, માંજલપુર)ના મોબાઈલ ફોનમાં ક્રિકેટ લાઈવ એપ્લીકેશન ઓનલાઈન હતી. જેમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ ચાલતી હતી. બેસ્ટમેનના રન, ઓવરના બોલ તથા ઓવરના સેસન પ્રમાણે હિતેન જુગાર રમાડતો હોવાનું જણાઈ આવ્યું હતુ. દુકાનમાંથી અન્ય આરોપીઓ . લક્ષ્મણ સોહનલાલ ખરીક (રહે.પરમપાર્ક કેદારધામ ચોકડી, માંજલપુર ) . અમિત જશભાઈ પટેલ (રહે. કોલીયાદ ગામ તા. કરજણ ) . શિવશંકર સોહનલાલ ખરીક (રહે.રામપાર્ક, માંજલપુર  અલવાનાકા) પણ મળી આવ્યા હતા.પોલીસે દુકાનમાંથી મોબાઈલ ફોન તથા  રોકડા ૬૬૫૦ રૃપિયા મળીને કુલ રૃપિયા ૩૨,૬૫૦ની મતા જપ્ત કરી છે

(5:07 pm IST)