Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

નાગરિક પુરવઠાની યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચવો જોઇએઃ અમૃતભાઇ પટેલ

મધ્યાહન ભોજન-આંગણવાડી કેન્દ્રોની કામગીરીની સમીક્ષા કરતા અન્ન આયોગના વડા

ગાંદ્યીનગર તા. ર૪ :  ગુજરાત રાજય અન્ન આયોગની બેઠક ગઇકાલે આયોગના ચેરમેન શ્રી અમૃતભાઇ પટેલના અઘ્યક્ષ સ્થાને ગાંધીનગર કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે રાષ્ટ્રીય અન્ન કાયદા- ૨૦૧૩ના અમલીકરણ, મઘ્યાહન ભોજન યોજનાની રાષ્ટ્રીય અન્ન કાયદા અન્વયે થયેલી કામીગીરી અને આંગણવાડી કેન્દ્રો અન્વયે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી.ઙ્ગ

 આયોગના ચેરમેન શ્રી અમૃતભાઇ પટેલે જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠાની વિવિદ્ય પ્રજાલક્ષી યોજનાઓનો લાભ જિલ્લાના છેવાડાના નાગરિકોને મળવો જોઇએ. તેમણે આઇ.સી.ડી.એસ હેઠળની આંગણવાડીઓ, મઘ્યાહન ભોજન યોજનાઓની શાળાઓ તેમજ વ્યાજબી ભાવની દુકાનો નાગરિકોને સ્પષ્ટ દેખાય તે રીતે સાઇન બોર્ડ લગાવવા પણ સંબંદ્યિત અદ્યિકારીઓને ભાર પૂર્વક જણાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય અન્ન કાયદા અન્વયે લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવરી લેવાયેલ કુલ કુટુંબો- ઇસ્યુ થયેલ કાર્ડ તથા લાભાર્થી તરીકે સમાવેશ કરવા માટેની પડતર અરજીઓની સંખ્યા અને તે અન્વયે થયેલ કાર્યવાહીની માહિતી પણ સંબંદ્યિત અદ્યિકારી પાસેથી મેળવી હતી. જિલ્લામાં જાહેર વિતરણ વ્યવસ્થા અતંર્ગત વાજબી ભાવની દુકાનોની તથા બંદ્ય દુકાનોની અને જિલ્લાની મોડેલ એફ.પી.એસ બનાવવા બાબતની માહિતી મેળવી હતી.ઙ્ગ

ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી એસ.કે.લાંગાએ જિલ્લાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા પૂરી ક્ષમતાથી કામગીરી કરીને સરકારના માર્ગદર્શન મુજબ અમલવારી કરીને કયાંય પણ ક્ષતિ ન રહે તેવી કામગીરી થાય તેની ખાત્રી જિલ્લા વહીવટી તંત્ર તરફથી આયોગને આપી હતી.ઙ્ગ

કલેકટરશ્રીએ જણાવ્યું કે, જિલ્લામાં ૩૫૭ વ્યાજબી ભાવની દુકાનો મારફત અન્ન પુરવઠાનું ઙ્ગજાહેર વિતરણ થાય છે. જિલ્લાના ૧,૪૪,૭૭૭, એન.એફ.એસ.ઓ રેશન કાર્ડ માંથી ૧,૪૪,૬૯૮ રેશનકાર્ડથી એન્ટ્રી કરવામાં ઙ્ગઆવી છે. રેશનકાર્ડનું આદ્યાર વેરીફિકેશન પૂર્ણ થયું છે. નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓએ ફરિયાદોના નિકાલ માટે રેશનકાર્ડ સાથે મોબાઇલ નંબરોની એન્ટ્રી કરવામાં આવે તો માહિતીનું આદાન-પ્રદાન ઝડપથી બનશે, તેવું સૂચન કર્યું હતું. ઙ્ગ

આ બેઠકમાં આયોગના માન. સભ્ય સચિવ શ્રી એમ.એ.નરમાવાલાએ પણ જરૂરી સૂચનો કર્યા હતા.ઙ્ગ

આ બેઠકમાં જિલ્લા પુરવઠા અદ્યિકારી શ્રી દર્શનાબેન રાંક, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, આઇ.સી.ડી.એસના અદ્યિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(4:05 pm IST)