Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વડોદરાના આજવા રોડ પર પ્લાસ્ટિકની થેલીને લઈને ચેકિંગ : દંડ વસૂલાયો

દુકાનોમાંથી પ્લાસ્ટિક મળતા નોટિસ ફટકારી દંડ પણ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો

વડોદરાના આજવા રોડ પર પ્લાસ્ટિકની થેલીને લઈને ચેકિંગ હાથ ધરાયુ છે. પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવા છતા દુકાનોના વિક્રેતાઓ પ્લાસ્ટિકની થેલીઓનું વેચાણ કરતા ઝડપાયા હતા. જે દુકાનોમાંથી પ્લાસ્ટિક મળી આવ્યું તેમને નોટિસ આપી દંડ પણ સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો.

  લોકોએ પણ આ પ્રકારનો દંડ ભર્યા બાદ આગળથી આ પ્રકારના પ્લાસ્ટિક ઉપયોગમાં નહીં લેવા માટેની વાત સ્વીકારી હતી. આજે આખા દિવસ દરમિયાન આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે.

(1:45 pm IST)