Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અમદાવાદથી નકલી ડિગ્રીના આધારે વિદેશ જતા ત્રણ યુવકો ઝડપાયા

નકલી ડિગ્રીઓ છત્તીસગઢની યુનિવર્સિટીમાંથી ઈશ્યુ: કબૂતરબાજીમાં નીતિન પટેલ નામના એજન્ટનું નામ ખુલ્યું

ગુજરાતી યુવાનોમાં વિદેશગમનનો મોહ  રહયો છે યેન કેન પ્રકારે યુવાનો નીતનવા ગતકડાં કરીને વિદેશ પહોંચવાનો પુરતો પ્રયાસ કરે છે. ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 3 યુવાનો નકલી ડિગ્રીઓ ઉપર વિદેશ જતા ઝડપી પડાયા છે

   અમદાવાદથી વિદેશ જતા ત્રણ યુવાનોને ઈમિગ્રેશન અધિકારીઓએ પકડી પાડ્યા હતા. તપાસમાં કબુતરબાજીનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ત્રણેય યુવાનો UK જઈ રહ્યા હતા. ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને ઝડપી પાડ્યા હતા અને પૂછતાછ શરૂ કરી દીધી હતી. 
    ઈમિગ્રેશન અધિકારીઓએ જ્યારે ત્રણેય યુવાનોની તપાસ કરીને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, આ તમામ આરોપીઓએ બોગસ ડિગ્રીને આધારે પાસપોર્ટ બનાવ્યા હતા. 56000ના ખર્ચે નકલી ડિગ્રીઓ બનાવવામાં આવી હતી. આ તમામ ડિગ્રીઓ છત્તીસગઢની યુનિવર્સિટીમાંથી ઈશ્યુ કરાઈ હતી.

  નકલી ડિગ્રીને આધારે કબૂતરબાજીમાં નીતિન પટેલ નામના એજન્ટનું નામ સામે આવ્યું છે. આ એજન્ટ દ્વારા કેયુર પટેલ સાથે અન્ય બે યુવાનોને UK ઉડાડી મૂકવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ ઈમિગ્રેશન અધિકારીઓએ તેના પ્રયાસ ઉપર પાણી ફેરવી કાઢ્યુ હતુ.

(12:36 pm IST)