Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

હિંમતનગર પોલીસે નેશનલ હાઇવે પરથી લાકડાં ભરેલ ટ્રક ઝડપી લીધી: ડ્રાઈવરની અટકાયત ; સઘન તપાસ

ટ્ર્કના કાગળો અને લાયસન્સ નહીં હોવાથી પણ ટ્ર્ક ડિટેઇન કરાયો

હિંમતનગર પોલીસે નેશનલ હાઇવે [ર મોતીપુરા નવજીવન હોટલ નજીકથી લાકડા ભરેલ ટ્રક ઝડપીને તપાસ હાથ ધરી છે

  સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકની સુચના આધારે એ.ડી. પરમાર પો. સબ. ઈન્સ.તથા સીટી ટ્રાફિક હિંમતનગરના પોલીસ કર્મચારીઓ વાહન ચેકીંગ કરતા હતા. દરમિયાન મોતીપુરા નવજીવન હોટલ સામે નેશનલ હાઇવે રોડ પર શંકાસ્પદ દેખાતા ટ્રકમા અંદર જોતા તાજા કપાયેલ વૃક્ષો ના લાકડા હતા. આ કપાયેલ વૃક્ષો ના લાકડા બાબતે ટ્રક ચાલક નારણભાઇ લાલજીભાઈ (રે. મોરૈયા તા/જી. ડુંગરપુર )ને પુછતા તેમણે જણાવેલ કે આ લાકડા ડુંગરપુર ના લસુભાઈ એ ભરાવીને પ્રાંતિજ ખાતે લઇ જવાનું જણાવેલ. આ લાકડું કણજી નું હોવાનું ટ્રક ડ્રાઈવર એ જણાવેલ છે. અને આ ટ્રક ના દસ્તાવેજી કાગળો તથા ડ્રાઇવિંગ લાઇસન્સ ચાલક પાસે ન હોવાથી મોટર વેહિકલ એક્ટ મુજબ ટ્રક ડિટેઇન કરી, "એ " ડિવિઝન પોલીસ સ્ટેશન મા મૂકાવેલ છે.

અને ટ્રકની અંદરનું લાકડું ક્યાં વૃક્ષનું છે ? લાકડું સંરક્ષિત છે કે કેમ ? વન વિભાગ ના કોઈ કાયદા નું ઉલ્લંઘન થયું છે કે કેમ ? તે માટે વન વિભાગ હિંમતનગર ને અલગ થી રિપોર્ટ કરવામાં આવેલ છે.

(12:06 pm IST)