Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ડૂબતા પતિ અને બનેવીને બચાવવા પત્નીએ લગાવી છલાંગ : પણ પતિને બચાવી ના શકી

અમીરગઢની ખદેદો નદીમાં રાજસ્થાનના દેલદરના વતની એવા બે લોકો ન્હાવા જતા ડૂબ્યા હતા

 બનાસકાંઠાના અમીરગઢની ખદેદો નદીમાં પતિ ડૂબતા તેની પત્ની પાણીમાં છલાંગ લગાવી પરંતુ તે પતિને બચાવી શકી ન હતી. ખદેદો નદીમાં રાજસ્થાનના દેલદરના વતની અને આ વિસ્તારમાં ભાગીયા તરીકે રહેતા કીકાભાઈ તેઓની પત્ની અને બનેવી મગનભાઈ સાથે નદીમાં ન્હાવા માટે ગયા હતા. ત્યારે અચાનક સાળો બનેવી બંને ઊંડા ધરામાં પડી ગયા હતા. પરંતુ બંનેને તરતા આવડતુ ન હતુ. જેથી કીકાભાઇની પત્નીને તરતા આવડતું હોવાથી તે પાણીમાં કૂદી પડી હતી અને બનેવીને બચાવ્યા હતા. પરંતુ તે પોતાના પતિને બચાવી ન શકી.

(11:55 am IST)