Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

આપઘાતનો વિચાર આવે તો ૧૦૪ નંબર પર ફોન કરો

સ્યુસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન પ્રસ્તુત કરતા નીતીન પટેલ : આ નંબર પરથી આરોગ્યલક્ષી માર્ગદર્શન પણ મફત મળશે

ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન પટેલના હસ્તે ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન અનુ સ્યુસાઇઢ પ્રિવેન્શન હેલ્ણલાઇન શુભારંભ સમારંભ યોજાયેલને પ્રસંગની તસ્વીર

ગાંધીનગર,તા.૨૪:રાજયમાં ઉચ્ચ ગુણવત્ત્।ાસભર આરોગ્યને લગતી સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેકટરી માહિતી અને પરામર્શ સેવાઓ સાથે માનસિક રીતે અસ્વસ્થ અને પોતાને નિસહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવાના હેતુથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટેની સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન લોન્ચ આવી હતી.

રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી ગુણવત્ત્।ાયુકત રીતે ત્વરિત પહોંચાડવા માટે અનેક નવી અધ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. ૧૦૮ ઇમરજન્સી સેવાના અધ્યતન ટેકનોલાજી તેમજ વ્યવસ્થાનો ઉપયોગ કરી રાજય વ્યાપી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન કાર્યરત કરાઇ છે.

૧૦૪ હેલ્થ હેલ્પલાઇનના ટેકનોલોજીકલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને ટેલિ- કાઉન્સેલિંગ, ટેલિ-હેલ્થ સલાહ, આરોગ્ય શિક્ષણ, આરોગ્ય કાર્યક્રમો / સેવાઓ, હોસ્પિટલ/આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વાસ્થ્ય સંભાળની સગવડ સંબંધિત ફરિયાદ નોંધણી અને નિવારણ, આરોગ્ય કર્મચારીને માતા અને બાળ સંભાળના જટિલ કેસમાં વિષય નિષ્ણાત દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવાની આગવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રસૂતા માતા અને બાળઆરોગ્યની કામગીરીનું અસરકારક અમલીકરણ અને તેનુ મૂલ્યાંકન માટે

ToCHO +  એપ્લીકેશનનું ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન સાથે જોડાણ કરવામાં આવ્યું છે.

૧૦૪ હેલ્થ હેલ્પલાઇન હેઠળની મુખ્ય પ્રવૃત‌િઅો

* ૧૦૪ ફીવર હેલ્પલાઇન થી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન

*આત્મહત્યા નિવારણ માટે નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા ફોન ઉપર પરામર્શ

*બાહ્ય અને આંતરિક ફરિયાદો નિરાકરણ

*નિષ્ણાત દ્વારા માર્ગદર્શન, સલાહ અને સૂચન

*૧૦૪ હેલ્થ હેલ્પલાઇન સાથે ૧ષષા૦૩ નું ઇન્ટીગ્રેશન

* ઓન-કોલ સહાયતા - ઈ-આશા

* ToCHO + ફિલ્ડ પ્રવૃત્ત્ઓનું રીઅલ ટાઇમ ટ્રેકિંગ, મોનિટરિંગ

* ફિલ્ડ સ્ટાફ કોઓડિનેશન અને મોબાઈલ હેન્ડસેટ મેનેજમેન્ટ.

(11:46 am IST)