Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ડીસા બસ ડેપોમાં પેસેન્જરોનો હોબાળો ;કંડકટર ટેબલ નીચે છુપાઈ ગયા

વડોદરાથી થરાદ જતી બસમાં દર્શનાર્થીઓ પર કંડકટરે હાથ ચાલાકી કરતા મામલો ગરમાયો

ડીસા બસ ડેપોમાં પેસેન્જરોનો હોબાળો ;કંડકટર ટેબલ નીચે છુપાઈ ગયા

 

વડોદરાથી થરાદ જતી બસમાં કંડકટર સાથે કેટલાક પેસેન્જરની થયેલી માથાકૂટને કારણે ડીસા બસ ડેપોમાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો

  જાણવા મળતી વિગત મુજબ રણુજાથી દર્શન કરીને પરત ફરતા દર્શનાર્થીઓ પર કંડકટરે હાથ ચાલાકી કરતા મામલો બિચક્યો હતો દર્શનાર્થીઓએ આક્ષેપ કર્યો કે પાલનપુર ડેપોના સ્ટાફ સહિત કર્મચારીઓએ પેસેન્જરને માર માર્યો હતો.

  મુસાફરો ડીસા ડેપો મેનેજરને રજૂઆત કરવા ગયા ત્યારે હંગામો થયો હતો. જેમાં લોકોના ટોળાથી ડરીને કંડકટર ટેબલ નીચે છૂપાઇ ગયા હતા. હંગામા અંગે ડીસા પોલીસને જાણ કરાતા ડીસા પોલીસ બસ ડેપો ખાતે દોડી આવી હતી

(10:23 pm IST)
  • કોલકતા: 280 ગુજરાતીઓ અચાનક ટ્રેન કેન્સલ થતા રેલ્વે સ્ટેશન પર અટવાયા:આજે રાત્રે બાર વાગ્યાની હાવડા- અમદાવાદની હતી ટ્રેન:પુરી થી 2 દિવસ પહેલા કોલકાતા ગયા હતા access_time 12:26 am IST

  • હિંમતનગરના રુપાલ ગામના અડપોદરા રોડ પર વરસાદી પાણી ભરાયા :અડપોદરા ઝાલા બાવજીના મેળામા જતા વાહનો અટકાયા:લોકો ટ્રાફિકમા ફસાયા access_time 1:04 am IST

  • લુણાવાડાના ભલાડામ ગામે વીજળી પડતા એક વૃદ્ધનું મોત:પગી અર્જનભાઈ ગલભાઈ ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડવાથી મોત નીપજ્યું access_time 1:01 am IST