Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગુજરાતમાં દર અઠવાડિયે હિટ અેન્‍ડ રનમાં જીવ ગુમાવતા ૨પ લોકોઃ સૌથી વધુ સુરતમાં લોકોનો ભોગ લેવાયો

અમદાવાદ- SG રોડ પર કાર ડ્રાઈવરે કંટ્રોલ ગુમાવતા બાઈકને ટક્કર મારી હતી, જેના કારણે 24 વર્ષીય બાઈકચાલકનું મોત થયુ હતું અને અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. ઘટના જાન્યુઆરી મહિનાની છે. સિવાય ફેબ્રુઆરીમા એસ.પી. રિંગ રોડ પર એક વાહનચાલકે પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારી હતી, જે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.

તો માત્ર બે ઉદાહરણ છે, પરંતુ અમદાવાદમાં 2013થી અત્યાર સુધી દર વર્ષે એવરેજ 56 લોકો દર વર્ષે રીતે હિટ-એન્ડ-રનમાં જીવ ગુમાવે છે. વિધાનસભામાં રજુ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં દર અઠવાડિયે 25 લોકો હિટ-એન્ટ-રનને કારણે જીવ ગુમાવે છે, જ્યારે આવી 33 ઘટનાઓ નોંધાય છે. સિવાય 1 એપ્રિલ 2013થી 31 માર્ચ 2018 સુધી રાજ્યમાં 8526 કેસ નોંધાયા હતા અને 6525 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

બેચરાજીના ધારાસભ્ય ભારતજી ઠાકોર દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં પાછલા પાંચ વર્ષમાં 1064 લોકોએ જીવ ગુમાવ્યા. ડેટા અનુસાર ચાર શહેરોમાં હિટ-એન્ડ-રનને કારણે સૌથી વધારે લોકોના મૃત્યુ સુરતમાં થયા છે. પોરબંદર, બોટાદ અને ડાંગમાં પાછલા પાંચ વર્ષમાં પ્રકારના કેસ 10થી પણ ઓછા છે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, પ્રકારના કેસમાં વાહનો ટ્રેસ થઈ શકતા હોવાને કારણે આરોપી સરળતાથી પકડાતા નથી. રાજ્ય ગૃહ મંત્રાલયના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, શહેરમાં હવે CCTV નેટવર્ક સક્ષમ હોવાને કારણે આરોપીને પકડવામાં સરળતા રહે છે, પરંતુ ગ્રામીણ વિસ્તારમાં તે શક્ય નથી.

(5:05 pm IST)