Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણીચોરી રોકવા ખેડૂતોએ પેટ્રોલિંગ કર્યું: બકનળી મૂકી પાણી ચોરી

નર્મદાની બ્રાંચ કેનાલોમાંથી ખેડૂતોને પાણી મળતું નથી અને ખેડૂતો પાણી માટે આજીજી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ પાણીચોરી થતી હોય અને તંત્ર પાણીચોરી રોકવા સક્ષમ ના હોય ત્યારે હવે ખેડૂતોએ જાતે જ પાણીચોરી રોકવાનો નિર્ધાર કર્યો છે તો ખેડૂતોએ ૧૨૪ કિમી લાંબી નહેરમાં પેટ્રોલિંગ શરુ કરી દીધું છે નોંધનીય છે કે નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતોને પાણી મળતું ના હોય અને બકનળી મૂકી તેમજ ગેરકાયદેસર પાળા બનાવી પાણી ચોરી કરવામાં આવતું હોય જે પાણીચોરી રોકવા તંત્રને કરેલી અનેક રજુઆતો છતાં કોઈ પગલા ભરાયા નથી અને ખેડૂતો હવે અપના હાથ જય જગન્નાથના સૂત્ર મુજબ જાતે જ લડી લેવાનો મક્કમ નિર્ણય કર્યો છે ૧૨૪ કિમી લાંબી કેનાલનું ખેડૂતોએ ટીમ બનાવી પેટ્રોલિંગ શરુ કરી દીધું છે.

(3:25 pm IST)