Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

રાજયમાં કાલથી ત્રણ- ચાર દિ' મેઘસવારી ચાલુ જ રહેશે

રાજકોટઃ હાલમાં સૌરાષ્ટ્ર- કચ્છ અને ગુજરાતમાં જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે. આ વર્ષે રાજયમાં વ્યાપક વરસાદ પડયો છે. ગત જુલાઈ માસ બાદ ચાલુ ઓગષ્ટ મહિનામાં પણ મેઘરાજાની અવિરત સવારી ચાલુ છે. હાલમાં હવાનું એક હળવુ દબાણ  પૂર્વ ગુજરાત ઉપર પહોચ્યું છે. જેની અસરથી સાર્વત્રીક વરસશે. ખાસ કરીને પૂર્વ વિસ્તારો અને સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ અમુક જગ્યાએ ભારે વરસાદ પડશે. આજનો દિવસ હજુ મધ્યમથી ભારે વરસાદ પડશે. આવતીકાલથી વરસાદી એકટીવીટીમાં ઘટાડો જોવા મળશે. જો કે આ સપ્તાહના અંતમાં સુરત, વલસાડ, નવસારી, ગાંધીનગર, બનાસકાંઠા, બરોડામાં ૨૫ થી ૨૮ ઓગષ્ટ દરમ્યાન ફરી વરસાદની આગાહી સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે.

(3:29 pm IST)