Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ગુજરાતમાં સરેરાશ ૧૦ર.૭૩% વરસાદ : ડેમોમાં જળ જથ્થો ૭૦.ર૬%

સૌરાષ્ટ્રના ૧૪૦ પૈકી પ૭ ડેમો છલોછલ : ગયા વર્ષની ર૪ ઓગષ્ટ કરતા ૮૮૬.૩૯ એમ.સી.એસ.ટી. પાણી વધુ

રાજકોટ, તા., ૨૪: ગુજરાતમાં ઓગષ્ટ મહિનામાં મેઘરાજાએ મહેર કરતા અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. કેટલાય શહેરો અને ગામોનું જળસંકટ તણાઇ ગયું છે આજે સવારની સ્થિતિએ ગુજરાતનો મોસમનો સરેરાશ ૧૦૨.૭૩ ટકા થઇ ગયો છે. રાજયના ડેમોમાં પીવાના પાણી અને સિંચાઇ માટે ૭૦.૨૬ ટકા જળજથ્થો ઉપલબ્ધ થયો છે.

રાજયમાં ઝોનવાઇઝ જોઇએ તો કચ્છમાં ૧૮૮.૪ ટકા, ઉતર ગુજરાતમાં ૮૭.૪૪ ટકા મધ્ય ગુજરાતમાં ૭૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૩૪.૮૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૯૦.૨૧ ટકા વરસાદ થયો છે. ખેતી માટે અત્યારની સ્થિતિએ સારૂ વર્ષ છે. અમુક વિસ્તારોમાં વધુ પડતા વરસાદના કારણે વાવેતરને નુકશાન થયું છે.

રાજયમાં કુલ ૨૦૫  મોટા ડેમ છે એમાથી ૧૪૦ સૌરાષ્ટ્રમાં આવેલા છે તે પૈકી ૫૭ ડેમ પુરેપુરા ભરાઇ ગયા છે.  ઉતર ગુજરાતના ૧૫ માંથી ૦, મધ્ય ગુજરાતના ૧૭ માંથી ૫, દક્ષિણ ગુજરાતના ૧૩ માંથી ૮ અને કચ્છના ૨૦ માંથી ૬ ડેમ ભરાઇ ગયા છે. કુલ ૨૦૫ પૈકી ૭૬ ડેમ છલોછલ થઇ ગયા છે. બાકીના મોટા ભાગના ડેમોમાં નવા નીરની આવક છે. રાજયમાં ડેમોની કુલ જળસંગ્રહ ક્ષમતામાંથી ૭૦.૨૬ ટકા જેટલો જળસંગ્રહ અત્યારે થઇ ગયો છે. હજુ રાજયના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. (૪.૬)

ઝોનવાઇઝ જળ જથ્થો

ઝોન

કુલ ડેમ

પૂરા ભરાયા

સૌરાષ્ટ્ર

૧૪૦

પ૭

ઉતર ગુજરાત

૦૧પ

૦૦

મધ્ય ગુજરાત

૦૧૭

૦પ

દક્ષિણ ગુજરાત

૦૧૩

૦૮

કચ્છ

૦ર૦

૦૬

કુલ

ર૦પ

૭૬

(12:05 pm IST)