Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પિસ્તોલ વેચવા માટે નીકળેલા જૂનાગઢના યુવકની ધરપકડ

ક્રાઈમ બ્રાંચ દ્વારા ગોમતીપુરમાંથી ધરપકડ

અમદાવાદ, તા. ૨૩ :  ક્રાઇમ બ્રાન્ચે વધુ એક શખ્સની ગોમતીપુરમાંથી હથિયારો સાથે ધરપકડ કરી છે. સોહિલ ઉર્ફે બાપુડી  નામનો આ વ્યક્તિ એમપીથી આ હથિયારો લાવ્યો હતો અને ગોમતીપુરમાં વેચવા નીકળ્યો ત્યારે જ ઝડપાઇ ગયો હતો.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવક ગોમતીપુરમાં આવેલી વિક્રમ મિલ પાસેથી હથિયાર લઈને પસાર થવાનો છે. જેથી ક્રાઇમ બ્રાન્ચે ત્યાં વોચ ગોઠવી હતી. ત્યારે સોહેલ ઉર્ફે બાપુડી કાદરી નામના આ યુવકની અટકાયત કરી હતી. પોલીસે તપાસ કરી તો તેની પાસેથી  બે પીસ્ટલ, ચાર કાર્તિઝ, એક મેગઝીન મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે વધુ પૂછપરછ કરતા કબૂલાત કરી કે આ હથિયાર તે મધ્યપ્રદેશના છોટુ સરદાર નામના વ્યક્તિ પાસેથી ચારેક માસ પહેલા લાવ્યો હતો. આજે તે ગોમતીપુરમાં વેચવા જવાનો હતો અને તે પહેલા જ પકડાઈ ગયો હતો. જોકે આ હથિયાર કોણ ખરીદવાનું હતું તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે.

(9:54 pm IST)