Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વડોદરાની એમ.એસ,યુનિ,માં UGS પદે વ્રજ પટેલ અને VP પદે સલોની મિશ્રાનો વિજય : ABVPની પેનલનો સફાયો

 

વડોદરા :એમ.એસ.યુનિવર્સિટીમાં UGS અને VP સહિત ફેકલ્ટી GS તથા FR ની ચૂંટણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં UGS પદે NSUI ના વ્રજ પટેલનો ૬૬૪ માટે તેમજ  VP પદે VVS-JAY HO સલોની મિશ્રાનો ૬૬૫ મતે ભવ્ય વિજય થયો હતો.

  એમ.એસ.યુનિવર્સિટીમાં UGS અને VP હોદ્દા માટે યોજાયેલી ચુંટણીમાં VVS-JAY HO ના UGS ના ઉમેદવાર હર્ષલ ચૌધરીને કુલ ૬૦૬૩ તથા NSUI ના UGS ના ઉમેદવાર  વ્રજ પટેલને કુલ ૬૭૨૭ મતો મળતાં  વ્રજ પટેલનો ૬૬૪ મતોથી ભવ્ય વિજય થયો હતો. જયારે NSUI ના VP ની ઉમેદવાર જીલ બ્રહ્મભટ્ટને કુલ ૬૧૯૧ મતો મળ્યાં હતા. તો તેની પ્રતિસ્પર્ધી  VVS-JAY HO ની ઉમેદવાર સલોની મિશ્રાને ૬૮૫૬ મતો મળતાં સલોનીનો ૬૬૫ મતે ભવ્ય વિજય થયો હતો

સમગ્ર ચૂંટણીમાં ABVP ની પેનલનો સફાયો થયો હતોપરિણામને જોતા અને ABVP ની કારમી હાર થતા વર્ષ 2019ની ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટો ફટકો પડે તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.

(1:14 am IST)