Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મહેમદાબાદની વાત્રક નદીમાં ડૂબી જતા અમદાવાદના બે યુવકોના મોત

દાણીલીમડાના બંને યુવકો ન્હાવા પડ્યા હતા :બંને યુવાનોના મૃતદેહને પીએમ માટે લઇ જવાયા

 

ખેડા જીલ્લાના મહેમદાબાદમાં વાત્રક નદીમાં નાહ્વા પડેલા બે યુવાનોના ડુબી જવાથી મોત નિપજ્યા છે. બંને યુવાનો અમદાવાદના દાણીલીમડા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.

   મળતી વિગત મુજબ અમદાવાદના દાણીલીમડાના બે યુવક કોઈ કારણથી મહેમદાવાદ ગયા હતા, તે સમયે વાત્રક નદીમાં ન્હાવા પડ્યા, પરંતુ ચોમાસામાં પાણીનું સ્તર વધારે હોવાથી અચાનક તેઓ ડુબવા લાગ્યા, જોત જાતામાં નદીના વહેણની સાથે તણાઈ ગયા અને ડુબી જતી મોત નિપજ્યું છે.

  ઘટનાની જાણ થતા તુરંત નડીયાદ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો ઘટના સ્ળથ પર પહોંચી ગયો હતો. સ્થાનિક તરવૈયાની મદદથી બંને યુવાનની લાસને બહાર કાઢવામાં આવી હતી, અને 108 એમ્બ્યુલન્સ મારફતે પીએમ માટે નજીકની સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી

(12:26 am IST)