Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમદાવાદના જીવરાજપાર્કની પોસ્ટ ઑફિસમાં તસ્કરો ત્રાટક્યા: 8 લાખની મતા ભરેલી તિજોરી ઉઠાવી ગયા

 

અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂપિયા 8 લાખની મત્ત ભરેલી તિજોરીને ઉઠાવી ગયા છે.ચોરીના બનાવની વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.      

   મળતી વિગત મુજબ જીવરાજ પાર્કમાં આવેલી પોસ્ટ ઓફીસમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયા હતા અને દીવાલમાં ફિટ કરેલી આખી તિજોરી ઉઠાવી ગયા. તિજોરીમાં સ્ટેમ્પ અને 8.11 લાખ રૂપિયા હતા. વેજલપુર પોલીસે ગુનો નોંધી તસ્કરો પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

 રુદ્રબાગ સોસાયટીમાં અનેક મકાનો આવેલા છે. અને સોસાયટી પુરી થાય ત્યાં અંદર ખૂણામાં પોસ્ટ ઓફીસ આવેલી છે.છેલ્લા 40 કરતા વધારે વર્ષથી બંગલો ભાડે રાખી પોસ્ટ ઓફીસ ચલાવાય છે. અનેક આંગડિયા પેઢી અને ઓફીસ કે પોસ્ટ ઓફીસ રીતે ખૂણામાં આવેલી હોય છે.

(10:36 pm IST)