Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભાભરના ખારી પાલડીમાં રક્ષાબંધન પર પિયર આવેલી પરણિતા પર દુષ્કર્મ:આરોપીની ધરપકડ:સરઘસ કઢાયું

 

બનાસકાંઠાના ભાભરના ખારી પાલડીની વીસ વર્ષીય પરિણીત મહિલાએ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. કેસમાં ભાભર પોલીસે ખારી પાલડીના રહેવાસી રસીક ઠાકોર નામના શખ્સની ધરપકડ કરી છે.

  અંગે મળતી વિગત મુજબ પરિણીતા રક્ષાબંધનનો તહેવાર હોવાથી પોતાના પિયર આવી હતી. ત્યારે ગામના રસીક ઠાકોર નામનો શખ્સે મહિલા સાથે છેડછાડ કરી એકાંત જગ્યા પર ખેંચીને બળાત્કાર કરીને નાસી છૂટતા ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે  ભાભર પોલીસ આરોપીની ધરપકડ કરીને ભાભર શહેરમાં આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.

(10:03 pm IST)