Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઓનલાઇન દવાના વેચાણના વિરોધમાં રિટેઇલ અને હોલસેલ મેડીકલ સ્‍ટોર્સ દ્વારા બંધ પાળીને વિરોધ વ્‍યક્ત કરાયો

અમદાવાદ: ફેડરેશન ઓફ ગુજરાત કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસોસિએશન એ ફેડરલ બોડી છે, જે ગુજરાતમાં દવાના વ્યાપાર કરતા (રિટેઈલ અને હોલસેલ) 26,000થી વધુ સભ્યોનુ પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. એ ફેડરલ બોડીની મુખ્ય પ્રવૃત્તિઓ જેવી કે તેમના સભ્યોના હિતોનું રક્ષણ કરવું, સભ્યોને સેમિનાર અને વર્કશોપ્સ દ્વારા રક્ષણ આપવું, ઉદ્યોગ, સરકાર અને સભ્યો વચ્ચેના ઈન્ટરફેસ તરીકે કાર્ય કરવાનો તથા દરેક ગામના દૂરના ખૂણામાં દવાઓની પ્રાપ્યતાને સુનિશ્ચિત કરીને હેલ્થકેર સેકટરમાં સરકારની ભૂમિકાને પૂરક બનવાનું છે.

આ સંસ્થા સરકાર દ્વારા આ દેશના સામાન્યનાગરિકોના હિતમાં લેવામાં આવતા દરેક પગલાને અને કાયદાઓને હંમેશાં આવકારે છે. આ સરકાર દ્વારા FDI ને રિટેઈલ સેકટરમાં રોકાણ કરવાની છૂટછાટ મળતાં ભારતીય અને વિદેશી કંપનીઓ દ્વારા સીધી અથવા આડકતરી રીતે દવાઓના ઓનલાઈન (ઈન્ટરનેટ) પોર્ટલ દ્વારા દવાઓનું અનૈતિક અને અયોગ્ય રીતે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવી ઓનલાઈન ફાર્મસી દ્વારા DPCO ના શેડ્યુલ H1  આવતી દવાઓના વેચાણ દ્વારા કાયદાના અમલીકરણનુ ઉલ્લંઘન થાય છે.

સામાન્ય નાગરિકને ડોકટરના પ્રિસ્ક્રિપશન વગર સરળતાથી દવાઓ મળતી નથી આથી NDPS માં આવતી હેબિટ ફોર્મીંગ  અને નશાયુક્ત દવાઓ છૂટથી મળતાં આ દેશના યુવાધનને આવી દવાઓ દ્વારા ખૂબ જ નુકશાન પહોંચી શકે છે. 

ઓનલાઈન ફાર્મસીઓ મોટેભાગે કુરિયર સર્વિસ દ્વારા દવાઓને ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ કરે છે. આમાં ઈન્સ્યુલીન જેવી અને અન્ય જીવનજરૂરી દવાઓને ઠંડકમાં (કોલ્ડ ચેઈન સિસ્ટમ)રાખવાની જરૂર પડે છે. અને આમ ન કરવાથી ગુણવત્તા ઉપર માઠી અસર પડે છે.

ગુણવત્તાની સમસ્યાના કિસ્સમાં ઉત્પાદક દ્વારા સેવેચ્છાએ દવાઓ પરત કરવાની પ્રથા છે. તેમજ રાજ્ય સરકારના FDA વિભાગ દ્વારા પણ પ્રમાણભૂત ગુણવત્તા અને માપદંડના ધોરણો પૂર્ણ ન કરતી દવાઓ કંપનીઓને પરત કરવામાં આવે છે. ઓનલાઈન ફાર્મસી દ્વારા આવા કિસ્સામાં આવી દવાઓ પરત કરવી અશક્ય બનશે. અને વ્યક્તિના આરોગ્ય ઉપર પ્રતિકૂળ અસર થઈ શકે છે. 

દવાઓના વ્યવસાયમાં સરકાર દ્વારા વેપારીઓનો માર્જીન ફીક્ષ (16 ટકા) કરવામાં આવ્યો છે. તેમ છતાં સરકાર દ્વારા FDI ને રિટેઈલ ઈનવેસ્ટમેન્ટમાં છૂટછાટ આપવાને કારણે ભારતીય તેમજ વિદેશી કંપનીઓ જેવી કે WALMART, FLIPKART, AMAZON, 1MG, PHARMAEASY, MEDCART, NETMEDS, MEDPLUSMART, MEDLIFE જેવી કંપનીઓ દવાના વેપારમાં આવી જશે. તો ગુજરાતના લગભગ 26,000 અને દેશભરમાં લગભગ સાડા આઠ લાખ વેપારીઓના અસ્તિત્વ ઉપર જોખમ આવી રહેલુ જણાય છે. અને જો ઓ જ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો આ વેપારીઓના પરિવાર અને તેમના વેપાર ઉપર નભતાં લગભગ 60 લાખ પરિવાર બની જવાનો ભય સેવાય છે.  આ ઉપરાંત ગુજરાતમાં અને દેશમાં દવાના રિટેઈલ વેપારીઓમાં લગભગ (80 ટકા) વેપારીઓ અનરજીસ્ટર્ડ અને કમ્પોઝીટ વિભાગમાં આવેલા છે. તેમના ત્યાં થતા દવાઓના લીકેજ, બ્રેકેજ અને એક્સપાયર માલને કંપનીઓમાં પરત કરવામાં આવતી વખતે ફરી GSTવસૂલવામાં આવતો હોવાને કારણે આવા માલ ઉપર ટેક્ષનું પારાવાર નુકશાન થાય છે.

આ બાબતે આ સંસ્થા દ્વારા તેમજ તેની માતૃ સંસ્થા  AIIOCD દ્વારા લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. 

આથી આ સંસ્થા તથા તેના સ્થાનિક સંગઠનો દ્વારા સરકાર સમક્ષ જૂદા-જૂદા પ્રોગ્રામો આપવાનુ નક્કી કરેલ છે., જેના ભાગ તરીકે અમદાવાદ શહેરમાં તા. 24-08-2018  શુક્રવારના રોજ  દવાનો વેપાર કરતા તમામ વેપારીઓ સાંજે 4-00 વાગ્યા સુધી તેમના વેપાર-ધંધા બંધ રાખી શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળી અમદાવાદ જીલ્લા કલેકટરને આવેદન આપી સરકાર સામે દવાઓના વેપારીઓના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે. 

(5:23 pm IST)