Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મહેસાણામાં બંધુક્ની અણીએ યુવતી પાસે લગ્નના કાગળિયા પર સાઈન કરાવનાર વિરુદ્ધ ફરિયાદ

મહેસાણા:બહુચરાજી પંથકમાં એક ટ્રસ્ટમાં નોકરી કરતી યુવતીએ સબંધો કાપી નાંખતા રોષે ભરાયેલો યુવક બે મિત્રોના સહકાર સાથે ગાડીમાં યુવતીનું  અપહરણ કરી લઈ ગયો હતો. માર્ગમાં તેણીના માથે બંદુક તાકીને લગ્ન અરજી ફોર્મ અને સ્ટેમ્પ સહિતના દસ્તાવેજો ઉપર સહીઓ કરીને કુકર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, યુવતીએ બુમાબુમ કરી મુકતા તેને છોડીને આરોપીઓ ભાગી છુટયા હતા. 

મૂળ ભાવનગરની અને હાલમાંં બેચરાજી ખાતે રહેતી યુવતી એક ટ્રસ્ટમાં નોકરી કરી આજીવીકા મેળવે છે તેણે છેલ્લા કેટલાક સમયથી સશ્યિલ મીડીયાના માધ્યમથી પાટણના પાર્થ હર્ષદકુમાર ભટ્ટના પરિચયમાં આવી હતી અને ધીરે ધીરે બંને વચ્ચે ગાઢ સબંધો બંધાયા હતા. દરમિયાન, યુવતીના પિતાએ તેના લગ્ન માટે વાત કરતા તેણીએ પાર્થનુ ંનામ જણાવ્યુ હતુ. જેથી યુવતીના પિતાએ પાર્થની પારાવારીક તપાસ કરાવડાવતા તેના માથે મોટુ દેવુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ત્યારબાદ પિતાના કહેવા પ્રમાણે આ યુવતીએ પાર્થ સાથે પોતાના સબંધો કાપી નાંખ્યા હતા. 

(5:14 pm IST)