Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોડાસામાં ધાર્મિક સ્થળેથી ગાંજાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

મોડાસા:યુવાધનને નશાની લત લગાડી ખોખલા બનાવી દેવાનું ભાવિ પેઢીને નશાની ગર્તમાં ધકેલી દેવાનું નેટવર્ક અરવલ્લી જિલ્લામાં ધમધમી રહયું છે.જિલ્લાના સ્પેશ્યલ ઓપરેશન ગુ્રપે મોડાસાના એક ધાર્મિક સ્થળેથી ગાંજાના ગેરકાયદેસર જથ્થા સાથે મંદિરના પૂજારી સહિત બે આરોપીઓને ઝડપી લીધા છે. 

પરંતુ સમગ્ર જિલ્લામાં ફેલાયેલા આ નશાના નેટવર્કનો માસ્ટર માઈન્ડ હજુ પોલીસ પકડથી દુર હોવાની ચર્ચાઓ જિલ્લાભરમાં ચગડોળે ચડી છે.ત્યારે જિલ્લા પોલીસ ટીનએજરોને ટાર્ગેટ બનાવતા આ માદક દ્વવ્યોના માફીયાઓ સુધી પહોંચી શકશે ખરી ? આવા માફીયાઓને ઝડપી સમગ્ર નેટવર્ક નો પર્દાફાશ કરાશે ખરો

જિલ્લામાં દારૂ સાથે ગાંજાનું ચલણ વકર્યું છે.ભાવિ પેઢીને નશાની ગર્તમાં ધકેલવાનું નેટવર્ક છેલ્લા વર્ષોમાં ઉભું કરાયું છે.અને ફકીર,ભીખારીઓ અને અન્ય વેશમાં વેચાતો ગાંજો હવે બાઈક સવાર યુવાનો જિલ્લાના કેટલાય સેન્ટરો ઉપર ખુલ્લેઆમ વેચી રહયા છે.સમગ્ર જિલ્લામાં ધૂમ વેચાતાં ગાંજા સહિતના માદ્વક નશાના દ્વવ્યોનું એ૫ી સેન્ટર મોડાસા છે.મોડાસાના કેટલાક દ્યાર્મિક સ્થળો સહિત નગરના કસ્બા વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા પાછળ,રેલ્વે સ્ટેશન,શાસ્ત્રી સ્ટેડીયમ નજીક ઝાડી ઝાંખરામાં તેમજ ડુઘરવાાડા રોડ પરના રેલ્વે ફાટક નજીક ગાંજા સહિતના નશાકારક દ્વવ્યો નું ડીલીવરી મેનો દ્વારા ધૂમ વેચાણ થઈ રહયું છે.

(5:14 pm IST)