Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગાંધીનગર નજીક ચિલોડા હાઇવે પર ટ્રક નીચે કચડાતા ઓઢવની યુવતીનું કમકમાટી ભર્યું મોત

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા નરોડા હાઈવે ઉપર આજે બપોરના સમયે મિત્ર સાથે બાઈક ઉપર પસાર થઈ રહેલી ૧૯ વર્ષની યુવતિ ટ્રકની નીચે આવી જતાં તેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ ઉપર જ તેનું મોત નીપજયું હતું. જે સંદર્ભે ડભોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા દોડધામ શરૃ કરી છે. 

મિત્ર સાથે લીંબડીયાના પંચેશ્વર મહાદેવે દર્શન કરી પરત જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા નરોડા નેશનલ હાઈવે નં.૮નું હાલ સમારકામ થઈ રહયું છે જેના કારણે આ વિસ્તારમાં અકસ્માતની સંખ્યાઓ પણ વધી રહી છે. આજે બપોરના સમયે અમદાવાદના ઓઢવના પૂજા બંગલોઝમાં રહેતી યુવતિ આસ્થા અશ્વિનભાઈ પટેલ નરોડામાં જ રહેતા તેના મિત્ર શુભમ્ યોગેશભાઈ જોષી સાથે બાઈક નં.જીજે-૧-એયુ-૯૩૫૫ ઉપર લીંબડીયા ખાતેના પંચેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે પહોંચી હતી અને ત્યાંથી તેઓ બાઈક ઉપર પરત જઈ રહયા હતા તે દરમ્યાન લીંબડીયા કેનાલ પાસે તેમનું બાઈક પસાર થઈ રહયું હતું તે સમયે આગળથી પસાર થતાં ગેસ ટેન્કરની ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો હતો અને આસ્થા ટ્રકની નીચે આવી ગઈ હતી અને તેનું ટાયર તેણીની ઉપરથી ફરી જતાં ગંભીર રીતે ઘવાઈ હતી અને સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. 

(5:14 pm IST)