Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

આણંદના ઉમરેઠમાં ડિલિવરી બાદ પ્રસૂતાના મોતથી ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ

આણંદ:જિલ્લાના ઉમરેઠમાં આવેલ એક હોસ્પિટલમાં પરીણિતાને ડિલીવરીનો દર્દ ઉપડતા લાવવામાં આવી હતી. આ પરીણિતાની ડિલીવરી સિઝરથી કર્યા બાદ તેની તબિયત લથડતા તેણીને સારવાર માટે કરમસદ મેડીકલ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું કરુણ મોત નિપજતા આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસ મથકે કરવામાં આવી હતી. ઉમરેઠ પોલીસે હાલ આકસ્મિક મૃત્યુની નોંધ લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બીજી તરફ આ મરણજનાર મહિલાના પરીવારજનામાં આ મહિલાનું તબીબની બેદરકારીથી મોત નિપજ્યું હોવાની બુમ પડી હતી.

આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ઉમરેઠના ગંગાપુરા ગામે રહેતી બુલબુલ ના લગ્ન ત્રણોલ ગામે થયા હતા. તેના લગ્નના સવા વર્ષમાં તેણીએ ગર્ભ ધારણ કર્યો હતો. જેને ગઈ કાલે તેના સાસરીયાએ દુઃખાવો ઉપડતા ઉમરેઠમાં આવેલ વૈધ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

(5:13 pm IST)