Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વડોદરાના આજવા રોડ પર દારૂના ગોડાઉન પર પોલીસે દરોડા પાડી તપાસ હાથ ધરી

વડોદરા:આજવા રોડ પર બુટલેગરે બનાવેલા વિદેશી દારૃના ગોડાઉન પર સ્ટેટ વિજીલન્સે રેઇડ પાડીને રૃપિયા ૮.૩૮ લાખના દારૃ, જીપ સહિત કુલ ૧૩.૪૬ લાખનો મુદ્દામાલ જપ્તકરી ત્રણ આરોપીને ઝડપી પાડયા બાદ તેઓને બાપોદ પોલીસ મથકમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાના બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે અને ડીસીપી સરોજ કુમારીએ સમગ્ર બનાવની તપાસના આદેશ આપ્યા છે. 

બાપોદ પોલીસ મથકમાં આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાના વિવાદની ડીસીપી દ્વારા એસીપીને તપાસ  સોંપાઈ 

સ્ટેટ વિજીલન્સને બાતમીનાં આધારે આજવા રોડ રામદેવનગરની સામે કિસાનનગરમાં બુટલેગરે ઉભા કરેલા પતરાના ગોડાઉનમાં દરોડો પાડયો હતો અને વિદેશી દારૃની ૧૭૪ પેટી કિંમત રૃપિયા ૮.૩૮ લાખ, મહેન્દ્રા બોલેરો પીકઅપવાન કિંમત રૃપિયા પાંચ લાખ તથા ૮ મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૧૩.૪૬ લાખની મત્તા  જપ્ત કરી હતી. દરોડોમાં ઝડપાયેલા ત્રણ ઓરાપીઓ  મુકેશ નારણદાસ મખીજાની (શરદનગર તરસાલી), રાજેશ ઉમેદભાઇ માછી (રામદેવનગર આજવા રોડ) અને હેમંત ઉર્ફે બાબુ નાનકરામ સચવાણી ( સંતકંવર કોલોની વારસીયા)ની ધરપકડ કરી તેઓને બાપોદ પોલીસને સોંપ્યા હતા. જોકે બાપોદ પોલીસ મથકમાં રખાયેલા ત્રણેય આરોપીઓને લોકઅપમાં રાખવાના બદલે તેઓને પોલીસ સ્ટેશનના અન્ય રૃમમાં બેસાડીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી બહારથી આવેલો નાસ્તો અપાયો હતો. આ વીઆઈપી ટ્રીટમેન્ટની ક્લિપિંગ સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં ચકચાર મચી હતી. 

(5:13 pm IST)