Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક: નજીવી બાબતે યુવકને મોતનેઘાટ ઉતારનાર યુવકની ધરપકડ

સુરત:રીંગરોડ તિરૂપતિ માર્કેટ પાછળ બે દિવસ અગાઉ યુવાનની હત્યા કરેલી લાશ મળવાની ઘટનામાં ક્રાઈમ બ્રાંચે મૃત યુવાન જેની લારી ઉપર મજૂરી કામ કરતો હતો તે યુવાનની ધરપકડ કરી છે. મૃતક યુવાન આખા દિવસનો કચરો કચરા પેટીમાં નાંખવાને બદલે બીજાની લારી નજીક નાંખતો હોય આ અંગે થયેલા ઝઘડામાં યુવાને નવા એક્ટીવાની ધારદાર ચાવી મૃતક યુવાનને ગળામાં મારતા તેનું મોત નીપજ્યું હતું.

ક્રાઈમ બ્રાંચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત સોમવારે સવારે રીંગરોડ તિરૂપતી માર્કેટની પાછળ નાસ્તા ગલીમાંથી રાકેશ મૌર્યાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. તે ગલીમાં જ ફૂટપાથ ઉપર રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો વતની રાકેશ ત્યાં છૂટક મજૂરીકામ કરતો હોય સલાબતપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાંચે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

(5:13 pm IST)