Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કપરાડાના અંતરિયાળમાં સમાજના ડરથી પ્રેમી યુગલે ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

કપરાડા:ના અંતરિયાળ વિસ્તારના વાડોલી ગામે નદી કિનારે એક વૃક્ષ પર યુવા પ્રેમી પંખીડાઓએ એક સાથે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતુ. આખો મામલો વડોલી અને વિરક્ષેત ગામના અગ્રણીઓએ પોતાની રીતે સમાધાન કરી પૂરો કર્યો હતો. જેને લઇ મામલો પોલીસ મથકે પહોંચ્યો જ ન હતો.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કપરાડાના વાડોલી ગામનો ૧૮ વર્ષિય યુવક અને વિરક્ષેત ગામની ૧૭ વર્ષિય કિશોરીએ મંગળવારની રાત્રે પ્રેમમાં કોઇ કારણોસર ઘરેથી નિકળી વડોલી ગામમાં આવેલી નદી કિનારે એક ઝાડ પર એક સાથે ફાંસો ખાઇ જીવન ટુંકાવી દીધું હતુ. બંનેની લાશ બુધવારે સવારે ૯ કલાકે મળી હતી. જેના પગલે બંને ગામના સરપંચો અને અગ્રણીઓ એકત્ર થઇ ગયા હતા અને તેમણે બંનેની લાશ ઉતારી સમાધન કરી મામલો પોતાની રીતે પતાવી દીધો હોવાની એક ચર્ચાએ જોર પકડયું છે.

ગુરૂવારે વલસાડમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હોય કપરાડા પોલીસનો ૮૦ ટકા સ્ટાફ વલસાડ આવ્યો હતો. પીએસઆઇ પણ વલસાડ આવ્યા હતા. જેને લઇ આખો મામલો પોલીસની જાણ બહાર પતાવી દઇ બંનેના અગ્નિસંસ્કાર કરી દીધા હોવાની પણ એક ચર્ચા ચાલી હતી.

(5:13 pm IST)