Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ખેડા તાલુકાના રઢુંમાં પોલીસે દરોડા પાડી 21 ઈસમોને 86 હજારની રોકડ સાથે ઝડપ્યા

ખેડા:તાલુકાના રઢુ તથા મહેમદાવાદમાં તાલુકાના ખંભાલી સીમમાં પોલીસે દરોડો પાડી પોલીસે ૨૧ જણાંને જુગાર રમતા ઝડપી પાડીને ૮૬,૪૭૦ તેમજ જુગાર રમવાના સાધનો કબજે કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ પોલીસ પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન માહિતી મળેલ કે રઢુ ગામે ખુલ્લામાં જુગાર રમાય છે જેથી પોલીસે રાત્રીના સવા અગિયાર વાગ્યાના સુમારે રેઈડ કરતા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા જયબીરસિંહ અજીતસિંહ સિસોદીયા, શંભુ નટુભાઈ ગોહેલ, ગોપાલ મફતભાઈ, જાવેદ જેનુમીયાં મલેક, ફિરોજભાઈ મોહનભાઈ, રામાભાઈ મગાભાઈ ભોઈ, રાજેશ નટુભાઈ રાવલ, પરવેઝ અશ્વિનભાઈ પટેલ, જયપાલ વિક્રમસિંહ રાવલ, જીતુ હીરાભાઈ ભોઈ, શબ્બીર મહેબુબમીયાં મલેક, મહાવીર લાલુબક્ષ સીસોદિયા, દિલીપ ઉકાભાઈ ભોઈ, મહેશભાઈ કાભઈભાઈ પરમાર તથા અરવિંદ પશાભાઈ રાવલ (તમામ રહે. રઢુ)ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રૂપિયા ૧૨૬૦ રોકડા, અંગજડતીમાંથી રૂપિયા ૧૬૪૭૦ મળી કુલ રૂપિયા ૧૭,૭૩૦ રોકડા તથા એલઈડી રૂપિયા ૧૦૦, મોબાઈલનં.૧૧ રૂપિયા ૫૧,૭૦૦ મળી કુલ રૂપિયા ૬૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે ખેડા ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 
આ ઉપરાંત મહેમદાવાદ પોલીસે પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન માહિતી મળેલ કે ખંભાલી સીમમાં તળાવ ઉપર જુગાર રમાય છે જેથી પોલીસે રેઈડ પાડતા પત્તા પાનાની હારજીતનો જુગાર રમતા મહેબુબખાન નૂરખાન પઠાણ, અનિલ ચંદુભાઈ કળીયા, ભરતભાઈ રમણભાઈ પરમાર, અબ્દુલખાલીદ અબ્દુલ કરીમ પઠાણ, અતુલભાઈ મણીભાઈ પ્રજાપતિ તથા ઈસ્માઈલભાઈ ઈબ્રાહીમભાઈ વહોરા જુગાર રમતાં ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રૂપિયા ૮૧૦, અંગ જડતીમાંથી રૂપિયા ૧૬૧૩૦ મળી કુલ રૂપિયા ૧૬૯૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:12 pm IST)