Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સોજીત્રા નજીક પુરપાટ ઝડપે જતા પીયાગોએ રિક્ષાને હડફેટે લેતા એકનું સારવાર દરમ્યાન મોત

સોજીત્રા: પાસે આવેલી મોટી નહેર પાસે આજે સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક પીયાગો રીક્ષાએ ઉભેલા બાઈકને પાછળથી ટક્કર મારીને પલટી મારી જતાં એકનું સારવાર દરમ્યાન મોત થયું હતુ જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ થવા પામી હતી. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર જેસરવા ગામે રહેતા પુનમભાઈ બાબરભાઈ તળપદા આજે સવારના સાડા આઠેક વાગ્યાના સુમારે પોતાનુું બાઈક નંબર જીજે-૨૩, બીક્યુ-૭૩૨૭નું લઈને સોજીત્રા જવા નીકળ્યો હતો. સોજીત્રા નહેર પાસે વળવાનું હોય તે બાઈક ઉભુ રાખીને ઉભો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે એક પીયાગો રીક્ષા નંબર જીજે-૨૩, ઝેડ-૦૬૯૬ આવી ચઢી હતી અને બાઈકને પાછળથી ટક્કર માર્યા બાદ પલટી મારી ગઈ હતી જેમાં સવાર વાસુદેવન પદ્યાનાભન નાયર (અમદાવાદ)તથા લ-મીબેન અજયભાઈ તળપદાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વાસુદેવનભાઈનું અવસાન થયું હતુ. 
સોજીત્રા પોલીસે આ અંગે પીયાગો ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:11 pm IST)