Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વટાદરા: જુદા-જુદા ત્રણ ગામોમાં પોલીસે દરોડા પાડી 34 પત્તાપ્રેમીઓને રંગે હાથે દબોચ્યા

વટાદરા:જીણજ, કંકાપુરા અને મોગર ગામેથી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં કુલ ૩૪ શખ્સો ૩૭ હજાર ઉપરાંતની રોકડ સાથે ઝડપાઈ જવા પામ્યા હતા. આ અંગે પોલીસે જુગારધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ખંભાત રૂરલ પોલીસને હકિકત મળી હતી કે, વટાદરા ગામે આવેલા અશોકભાઈ પટેલના કુવાની ઓરડીની ઓસરીમાં કેટલાક શખ્સો એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે જેના આધારે પોલીસે ૧૧ વાગ્યે છાપો મારતાં રમણભાઈ રાયસીંગભાઈ ઠાકોર, સુરેશભાઈ પુંજાભાઈ ઠાકોર, અરવિંદભાઈ પરસોત્તમભાઈ ઠાકોર, ચીમનભાઈ જેસીંગભાઈ ઠાકોર, વિષ્ણુભાઈ રવાભાઈ ઠાકોર, જશભાઈ રાયસંગભાઈ ઠાકોર, દિપકભાઈ મગનભાઈ ઠાકોર, ચંદુભાઈ પરસોત્તમભાઈ ઠાકોર, અર્જુનભાઈ બુધાભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પુંજાભાઈ ઠાકોર તથા પીન્ટુભાઈ છોટાભાઈ ઠાકોર ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી તેમજ અંગજડતીમાંથી ૬૮૨૦ની રોકડ રકમ મળી આવતા પત્તા પાના સાથે જપ્ત કર્યા હતા. જો કે બીજા કેટલાક શખ્સો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. 
ત્યારબાદ રાત્રીના એક વાગ્યાના સુમારે જીણજ ગામે આવેલી વાઘરી કોલોનીમાં છાપો મારીને મહેશભાઈ શંકરભાઈ માછી, રાજેશભાઈ જીવણભાઈ વાલ્મીકી તેમજ દિલીપભાઈ બાબુભાઈ વાલ્મીકીને જુગાર રમતાં ઝડપી પાડીને ૫૯૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. વાસદ પોલીસે ગઈકાલે રાત્રીના અગિયાર વાગ્યાના સુમારે મોગર ગામના ઓડ ફળિયાના નાકે છાપો મારીને સુરેશભાઈ જગાભાઈ વાઘેલા, અરવિંદભાઈ કનુભાઈ લુહાર, મહેશભાઈ ગણપતભાઈ તળપદા તથા જયદિપસિંહ બળવંતસિંહ રાઠોડને જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૩૦૭૦ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. જ્યારે વીરસદ પોલીસે કંકાપુરા કબીરપુરા સીમમાં છાપો મારીને શ્રાવણીયો જુગાર રમતાં વિપુલભાઈ લ-મણભાઈ પરમાર (કઠાણા), રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ભીખાભાઈ વાઘેલા (કાળુ), જગદીશભાઈ ઉર્ફે જગો હિંમતસિંહ પરમાર (કંકાપુરા), કનુભાઈ ભીમસિંહ પરમાર (કંકાપુરા), પ્રવિણભાઈ અમરસિંહ પરમાર (કંકાપુરા), સોમાભાઈ મોહનભાઈ સોલંકી (કઠાણા), લ-મણસિંહ રામસિંહ પરમાર (કંકાપુરા), મફતભાઈ ઉર્ફે લાલજી છગનભાઈ પરમાર (કઠાણા સ્ટેશન), પ્રવિણભાઈ હિંમતસિંહ પરમાર (કંકાપુરા), મનહરભાઈ નિર્મલભાઈ ડોડીયા (કાળુ), બહાદુરસિંહ દેવિસિંહ સિંઘા (કંકાપુરા), જીતુભાઈ ખોડાભાઈ પરમાર (કંકાપુરા), રમણભાઈ ખુશાલભાઈ પરમાર (કંકાપુરા), રંગીતભાઈ ચંદુભાઈ પરમાર (કંકાપુરા), અરવિંદભાઈ ભીખાભાઈ સોલંકી (કઠાણા)તથા અરવિંદભાઈ ગોરધનભાઈ ગોહિલ (કંકાપુરા)ઓ ઝડપાઈ જવા પામ્યા હતા. પોલીસને દાવ પરથી ૧૧૪૪૦ તથા અંગજડતીમાંથી ૧૫૮૩૦ મળીને કુલ ૨૭૨૭૦ની રોકડ રકમ મળી આવતાં જપ્ત કરવામાં આવી હતી.

(5:11 pm IST)