Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

આણંદ એસઓજીએ સાંજના સુમારે અંબાવ નજીકથી 200 કિલો પોશના ડોડાનો જથ્થો ઝડપ્યો

આણંદ:એસઓજી પોલીસે આજે સાંજના સુમારે આસોદર-બોરસદ રોડ ઉપર આવેલા અંબાવ ગામ નજીકથી ૧૫૦ થી ૨૦૦ કિલો જેટલો પોશડોડાનો જથ્થો ઝડપી પાડતાં ચકચાર મચી જવા પામી છે. આ લખાઈ રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે જે મોડીરાત સુધી ચાલનાર હોવાનું જાણવા મળ્યું છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ એસઓજી પોલીસને હકિકત મળી હતી કે, આસોદર-બોરસદ રોડ ઉપર આવેલા અંબાવ ગામની સીમમા એક શખ્સ દ્વારા ગેરકાયેદસર રીતે પોશડોડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેના આધારે પોલીસે છાપો મારતાં અંદાજે ૧૫૦ થી ૨૦૦ કિલો જેટલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. 
એસઓજી પીઆઈ વી. કે. ગઢવીનો સંપર્ક કરતાં તેઓએ પોશડોડા પકડાયા હોવાની વાતની પુષ્ટી કરીને હાલમાં સમગ્ર કાર્યવાહી ચાલી છે જે પત્યા બાદ વિગતો આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ. આંકલાવ પોલીસ મથકની હદમાંથી લાખોની મત્તાનો પોશડોડાનો નશીલો જથ્થો મળી આવતાં જ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

(5:11 pm IST)