Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

આણંદમાં ગ્રીલ તોડી તસ્કરોએ અડધી લાખનો મતાનો હાથફેરો કર્યો

આણંદ:માં છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી બારીની ગ્રીલ તોડીને ચોરી કરતી ટોળીએ ગઈકાલે રાત્રીના સુમારે જુની સિવિલ કોર્ટ પાછળ આવેલી સપ્તર્ષી સોસાયટીના એક બંગલાને નિશાન બનાવીને અડધા લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર સપ્તર્ષી સોસાયટીમાં રીતેશભાઈ અશોકભાઈ પટેલ રહે છે. ગઈકાલે રાત્રીના સુમારે તેઓ અને પરિવારના સભ્યો બંગલાના જુદા-જુદા રૂમમાં સુઈ ગયા હતા. દરમ્યાન મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને બંગલાના પ્રથમ માળે આવેલ બારીની ગ્રીલ કોઈ લોખંડની વસ્તુથી પહોળી કરીને તોડી નાંખી અને બંગલામાં ઘુસ્યા હતા. ત્યારબાદ પ્રથમ માળે આવેલ રૂમની તિજોરી પણ તોડી નાંખીને અંદરનો બધો સામાન વેરવિખેર કરી દઈને પર્સમાં ંમુકેલા ૧૦ હજાર રોકડા, પાંચ ચાંદીની મુર્તિઓ તેમજ બે ચાંદીના હાર વગેરે મળીને કુલ અડધા લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે રીતેશભાઈ અને તેમના પરિવારજનો જાગતાં જ પ્રથમ માળની તિજોરીનો બધો સામાન વેરવિખેર પડેલો જોયો હતો જેથી તપાસ કરતા ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી. 

(5:11 pm IST)