Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કેરળના પુરપીડીતોના આંસુ ગુજરાતના આઇપીએસ અધિકારીઓ દ્વારા લુછાશેઃ નરસિંહમા કોમાર

આઇપીએસ એશોસીએશન એક દિવસનો પગાર પુરપીડીત સહાય માટે આપશે

રાજકોટ, તા., ર૪: કેરેલામાં વરસાદે  વેરેલ વિનાશના કારણે પ્રવાસન સ્થળ તરીકે  જાણીતા આ સ્થળની ખાનાખરાબી તથા લોકોની જે દયનીય હાલત થઇ છે. તેમાં ફકત સરકારી મદદ જ કામ આવે તેમ ન હોય વિવિધ સંસ્થાઓ દ્વારા જે રીતે મદદ અને રાજય સરકાર દ્વારા જે રીતે સહાનુભુતી બતાવી મદદ કરવામાં આવી છે તેના પગલે-પગલે ગુજરાત આઇપીએસ એશોસીએશને પણ કેરેલાના પુરગ્રસ્ત લોકોના આંસુ લુછવાનો નિર્ધાર કર્યો છે, જેના પગલે આઇપીએસ એશોસીએશન દ્વારા એક દિવસનો પગાર પુરપીડીતોને સહાય માટે અપાશે  તેમ ગુજરાત આઇપીએસ એશોસીએશનના સેક્રેટરી અને ભાવનગરના રેન્જ આઇજીપી નરસિંહમા કોમાર જણાવે છે. પુરગ્રસ્ત લોકોની વ્હારે ચડી તેમના દુઃખમાં ભાગ લઇ ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે ગુજરાતના આઇપીએસ અધિકારીઓ દ્વારા નિર્ધાર કરવામાં આવ્યા સાથે આ કાર્યમાં મદદરૂપ બનેલ સીઆરપીએફ, નેશનલ ડીઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરેફ) અને અન્ય વહીવટી વિભાગો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની પણ પ્રશંસા એશો.ની બેઠકમાં કરવામાં આવી હોવાનું પણ સેક્રેટરી નરસિંહમા કોમાર જણાવે છે.

(4:05 pm IST)