Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગુન્હાઓ બનતા કઇ રીતે રોકવા? સાઉથ કોરીયામાં ભારત સહિત વિશ્વના પોલીસ અધિકારીઓને ખાસ તાલિમ

રાજકોટના પુર્વ અને વડોદરાના હાલના સીપી અનુપમસિંહ ગેહલોત ગુજરાતમાંથી એક માત્ર પસંદ થયા :પ મી સપ્ેટેમ્બર સુધી ચાલનારા આ વિશેષ સેમીનારમાં ૧૦ દેશોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા છે

રાજકોટ, તા., ર૪: દેશભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે લેટેસ્ટ પ્રકારની ઇન્ટરનેશનલ તાલીમના આદાન-પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે ચાલતી પ્રક્રિયામાં સાઉથ કોરીયામાં 'ગુન્હા બનતા કઇ રીતે અટકાવવા' તે માટે વિશ્વ લેવલે થયેલ સંશોધનનો નિચોડ  વિશ્વભરના પોલીસ અધિકારીઓને આપવા માટે તા.પ સપ્ટેમ્બર સુધી વિશેષ પ્રકારના સ્પેશ્યલ ટ્રેનીંગ સેમીનાર ચાલી રહયો છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ભારત સહિત ૧૦ દેશના ટોચના ર૦ ઓફીસરો આ તાલીમ મેળવી રહયા છે. ગુજરાતમાંથી એક માત્ર રાજકોટના લોકપ્રિય પુર્વ પોલીસ કમિશ્નર અને હાલ વડોદરામાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા સિનીયર આઇપીએસ અનુપમસિંહ ગેહલોત એક માત્ર પસંદ થયા છે.

સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સાઉથ કોરીયામાં ચાલી રહેલા વિશિષ્ટ પ્રકારના સેમીનારમાં ગુન્હા બનતા કેવી રીતે રોકવા તેની ખાસ સ્ટ્રેટેજી શું હોઇ શકે? તેની તાલીમ ખુબ જ અગત્યની છે. ગુન્હા બન્યા બાદ તો ડીટેકશનમાં સ્પીડ કરી કાર્યદક્ષતા બતાવી એ સારી બાબત છે પણ વિશ્વ લેવલે હવે ગુન્હા બનતા રોકવા માટેના સંશોધનો જે રીતે શરૂ થયા છે. તેની માહીતી આપવા માટે આ સેમીનાર ખુબ જ અગત્યનો બની રહેશે.

વડોદરા હાલનું દેશનું સૌથી મોટા પૈકીનું કોમ્યુનલ શહેર તરીકે નામના કાઢતું જાય છે. અહીં ભુતકાળમાં નાની-નાની બાબતોમાં કોમી રમખાણો થયા છે. જે તે સમયના આઇબીના વડોદરાનો હવાલો સંભાળતા એસીપીએ વિગતવાર રિપોર્ટ કરી વડોદરામાં ધ્યાન દેવું ખુબ જ જરૂરી હોવાનો ખાનગી રીપોર્ટ આપ્યા બાદ આ શહેર માટે ગુન્હેગારોને વાકા રાખી અને લોકોને સાથે રહી ચાલી શકે તેવા અને 'ઇગો'ને ઓગાળીને પી ગયેલા અનુપમસિંહ ગેહલોતની પસંદગી વિજયભાઇ રૂપાણીએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે ચર્ચા કરી અને કરી હતી.

અત્રે યાદ રહે કે એક તબક્કે સાઉથ ગુજરાતની પરિસ્થિતિ ધ્યાને લઇ અનુપમસિંહ ગેહલોતને સુરત રેન્જ આઇજી તરીકે મુકવાનુ લગભગ નિશ્ચિત બની ગયું હતું. પરંતુ વડોદરાની સંવેદનશીલતા અને ભવિષ્યના સમયને ધ્યાને રાખી વિજયભાઇ રૂપાણીએ કુનેહ પુર્વક વડોદરા સીપી તરીકે અનુપમસિંહ ગેહલોતને પસંદ કરેલ.

(4:03 pm IST)