Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

એ લેધર બેગમાં આકર્ષક પેકીંગવાળી ચોકલેટ ખરેખર ચોકલેટ નહિ, ચોકલેટ આકારની કોકેઇન કેપ્સુલ હોવાનો ધડાકો

પેટમાંથી કેપ્સુલ કઢાવવા જે વિદેશી શખ્સનો દેશી ઉપચાર ડો.હર્ષદ પટેલે કરેલ તે મોટી માયા નિકળ્યો : ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કોકેઇનની એ બેગ સાંગોપાંગ પસાર થઇ ગઇ પરંતુ ડોમેસ્ટીક એરપોર્ટ પર કોકેઇન મિશ્રિત ચોકલેટના આકર્ષક પેક સાથેની એ બેગ નજરે ચડી ગઇ હતીઃ એલેકસનો પાસપોર્ટ પણ બનાવટી : તપાસ શરૂ

રાજકોટ, તા., ૨૪ : તાજેતરમાં અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નિયમાનુસાર એક શખ્સની મેટલ ડીટેકટર દ્વારા તેના શરીરની તપાસણી દરમિયાન 'બીપ' એવો અવાજ આવતા એરપોર્ટ પરનો સીઆઈએસફનો સિકયુરીટી સ્ટાફ ચોંકી ઉઠયો હતો. સામાન્ય રીતે 'બીપ' અવાજ જ્યારે કોઈ જાતની ધાતુ જેવી કે રીવોલ્વર, છરી જેવા હથિયાર હોય ત્યારે જ આવે છે. એરપોર્ટ સ્ટાફે તુર્ત જ રીપબ્લીક કવોટાની રાષ્ટ્રીયતા ધરાવતા શખ્સના પેટમાંથી કોકેઈન તુર્ત જ  આ મામલાની વિશેષ તપાસ સંભાળનાર નવનિયુકત ડીસીપી (એસઓજી ક્રાઈમ) અમદાવાદને સુપ્રત કરતા જ  ડો. હર્ષદ પટેલ જાતે તબીબ હોવા ઉપરાંત તેના પત્નિ પણ તબીબ હોવાથી વિશાળ તબીબી જ્ઞાનને કારણે એ નાઈજીરીયન શખ્સના પેટમાં રહેલ કોકેઈન કઢાવવા માટે સૌ પ્રથમ તો સિવીલ હોસ્પીટલના તબીબો અને સ્ટાફ સાથે ચર્ચા કરી એ વિદેશી શખ્સને દેશી ઓસડીયા (આયુર્વેદીક) પદ્ધતિ મુજબ પુષ્કળ પ્રમાણમાં નિર્દોષ એવુ ઈસબગુલ અને મોટી માત્રામાં પાણી પાવામાં આવ્યું અને એ પ્રયોગ સફળ નિવડયો અને પેટમાં રહેલ તમામ કોકેઈનની ટયુબ બહાર આવી ગયેલ. આમ એ સમયે તથા ત્યાર બાદ  કુલ ૪૩ કેપ્સુલ બહાર આવ્યા બાદ વિશેષ કેપ્સુલો મળી આવી છે. આમ કોકેઇન મિશ્રિત કેપ્સુલની સંખ્યા ૭૨ જેટલી પહોંચવા સાથે તેની કિંમત ર.૧૭ કરોડ સુધી થયાનું પોલીસ સુત્રોએ અકિલાને જણાવ્યું છે.

વિશેષ કેપ્સુલ તેના પેટમાંથી નહિ પરંતુ આ વખતે તેની પાસે રહેલ લેધર બેગમાંથી મળી આવી છે. આ લેધર બેગમાં સ્પેશ્યલ પ્રકારની જે ચોકલેટ હતી તે ખરેખર ચોકલેટ નહિ પરંતુ કોકેઇનની ચોકલેટ આકારનો પીસ હતો. નવાઇની વાત એ છે કે ઇન્ટરનેશનલ  એરપોર્ટ પરથી આ કોકેઇન મિશ્રિત લેધરની બેગ સાંગોપાંગ પસાર થઇ ગઇ હતી. પરંતુ ડોમેસ્ટીક એરપોર્ટ પર આ શખ્સ ગયો ત્યારે તે ચેકીંગમાં ઝડપાઇ ગયો હતો.

અત્રે યાદ રહે કે એરપોર્ટ પર ચેકીંગ દરમિયાન ફરજ પરના સીઆઈએસએફના સ્ટાફને શંકા પડતા પેટ પર એચએચએમડી નામનુ યંત્ર ફેરવ્યું તે સમયે સામાન્ય રીતે ગેસના કારણે ગુળગુળ અવાજ આવે તેના બદલે આ તો 'બીપ' અવાજ આવ્યો એટલે એ સમજતા વાર ન લાગી કે આ શખ્સના પેટમાં કોઈ ધાતુ છે. સીઆઈએસએફના પી.આઈ. સતિષ ચૌધરી વગેરે સાથે ચર્ચા કરી અને છેવટે આરોપીને એસઓજીને સુપ્રત કરવામાં આવેલ.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એલેકસને એક ખેપના કયારેક ૪ લાખ જેવું પણ મળી જતું. તેની પાસે રહેલ પાસપોર્ટ પણ શંકાસ્પદ હોવાનું ડો. હર્ષદ પટેલ ટીમને જણાતા તેઓએ આ પાસપોર્ટની ચકાસણી પાસપોર્ટ ઓફીસ દ્વારા કરાવવાની પણ કાર્યવાહી થઇ રહી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કોકેઇનની ડીલીવરી સફળતા પુર્વક થયા બાદ અને મુંબઇ પહોંચ્યા પછી એલેકસને એક મેસેજ મળવાનો હતો કે તેણે એ ડીલીવરી કયાં, કોને અને કઇ રીતે કરવાની છે. પોલીસ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)