Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

નીચતાની પરાકાષ્ટા : પ્રેમિકાનું ફેસબુક 'હેક' કરી ફોટા અપલોડ કરી તેના મંગેતરને અંગત ફોટા મોકલ્યા

મૂળ જૂનાગઢ પંથકના કલ્પેશ સુતરીયાને પોલીસે દબોચી લીધો : પિતાને પણ ફોટા મોકલેલઃ ભૂંડી કોમેન્ટો લખી

સુરત તા. ૨૪ : સોશિયલ મિડીયાનો કેટલાંક માનસિક રીતે વિકૃત લોકો દુરપયોગ કરીને યુવતીઓ કે મહિલાઓને પરેશાન કરતા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. હવે યુવતીઓ હિંમત પૂવર્કઙ્ગ પોલીસ ફરિયાદ કરવા આગળ આવતી હોવાથી રોમિયાઓ પોલીસ પાંજરે પુરાઇ રહ્યા છે. આવો જ એક કિસ્સોઙ્ગ પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક યુવતી અને તેના ભાઇનુંઙ્ગ એ.કે. રોડ પર રહેતા અને ડુમસરોડઙ્ગ નોકરી કરતા યુવાને ફેક એકાઉન્ટ બનાવી યુવતીના બિભત્સ ફોટા ડાઉન કરવાનું અને બિભત્સ કોમેન્ટ કરવાનું કારસ્તાન સામે આવ્યું છે. પોલીસે આ રોમિયોની ધરપકડ કરી છે.

જાણવા મળેલી માહિતી મુજબ કાપોદ્રામાં રહેતી એક યુવતી અને તેના ભાઇનું કોઇકે ફેસબુક પરઙ્ગ ડમી એકાઉન્ટ ઉભું કર્યું હતું અને તેમાં યુવતીનીઙ્ગ બિભત્સ તસ્વીરો પોષ્ટ કરવામાં આવતી હતી. આ બાબતે યુવતીના પિતાએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતા ખબર પડી હતી કે આ કારસ્તાન ડુમસરોડ પર નોકરી કરતા યુવાનનું છે. ૨૬ વર્ષના કલ્પેશ પુનાભાઇ સુતરીયાની પોલીસે ધરપકડ કરી છે. કલ્પેશ સુરતમાં એ-૨૧, લક્ષ્મીનારાયણ નગર, એ. કે. રોડ ખાતે રહે છે અને તેનું મુળ ગામ ઇટવયા, તા. ઉના, જિ. જુનાગઢ હોવાનું પોલીસે કહ્યું છે.

(4:02 pm IST)