Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

'જય જય ગરવી ગુજરાત' ના રચયિતા અને 'દાંડિયો 'નામથી પત્રકારિત્વની સફર ખેડનાર કવિ નર્મદની આજે જન્મજયંતિ

રાજકોટ :ગુજરાતના ગૌરવસમાં 'જય જય ગરવી ગુજરાતના રચયિતા અને દાંડિયો નામથી પત્રકારિત્વમાં અનેક સમાજ ઉપયોગી લેખો લખનારા કવિ,પત્રકાર નર્મદાશંકર દવે 'નર્મદ 'ની આજે 24મીએ જન્મજ્યંતિ છે ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના દિવસે સુરતની ધરતી પર નર્મદાશંકર લાલશંકર દવેનો જન્મ થયો હતો. ગુજરાતી ભાષાનો પહેલો શબ્દકોશ, પહેલી આત્મકથા અને પહેલું વ્યાકરણ તેમણે આપ્યું. એ જમાનાથી તેઓ એટલા આગળ હતા કે તેમના ગયા પછી તેમને કઇ રીતે યાદ કરવા એ પણ તેમણે જાતે લખી નાખ્યું હતું. 

  ઇર્શાદ નામથી જાણીતા કવિ ચીનુ મોદીએ યુનિવર્સિટીના કમ્પ્યૂટર સાયન્સ હોલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફને કવિ નર્મદ વિશે વક્તવ્ય આપ્યું હતું.મહાવીર એમએડ્ કોલેજમાં નર્મદજયંતી અવસરે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના કવિઓએ નર્મદ વિશે પોતાના વિચારો અને કવિતાઓ રજૂ કર્યાં હતા.સાહિત્ય સંગમના ઉપક્રમે નર્મદજયંતીના પ્રસંગે સાંજે ૬.૩૦ વાગ્યે મારી હકીકત, સુરતની હકીકત પર કવિ બકુલેશ દેસાઈનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં નર્મદની આત્મકથાને આત્મસાત કરાશે.

 સમાજના વિકાસ માટે ખુમારીપૂર્વક પત્રકારત્વનો ધર્મ નિભાવનાર કવિ નર્મદનું ૫૩ વર્ષની વયે મૃત્યુ થયું હતું. નાટક માટે નવી સ્ટેજ આર્ટટિસ્ટ એવી યુવતીઓની મદદ લેવાનું પસંદ કર્યું હતું. કવિ નર્મદની બેઠક, બોલવાની, ઊભા રહેવાની સ્ટાઇલ વગેરેનું પણ ઊંડાણપૂર્વકનું રિસર્ચ કરાયું હતું. જેને અંતે અત્યંત રોચક નાટક તૈયાર થયું હતું.

(3:15 pm IST)