Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

હું મોક્ષ મેળવવા માંગુ છું કહી વડોદરા સ્વામિ, મંદિરમાં મહિલા ધૂણવા લાગી

'જેને જોઇએ તે આવો મોક્ષ માંગવા રે લોલ'...ભજન સાંભળી સુરતની મહિલા ધુણવા લાગી

વડોદરા :શ્રાવણ માસ પ્રસંગે વડોદરા શહેરના અટલાદરા સ્વામિનારાયરણ મંદિરમાં ભજન-કિર્તન અને સત્સંગ સમારોહ ચાલી રહ્યો છે. 23 ઓગસ્ટ ગુરુવારના રોજ એક મહિલા સત્સંગીએ 'જેને જોઇએ તે આવો મોક્ષ માંગવા રે લોલ'... તેવું ભજન શરૂ કર્યું હતું. આ ભજન સાંભળીને સુરતથી આવેલી એક સત્સંગી મહિલા મને મોક્ષ આપો. મને મોક્ષ જોઇએ છે. તેવી ચિસો પાડી ધૂણવા લાગી હતી. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.

(12:02 pm IST)