Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વડોદરાની એમએસ યુનિ,માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી :41 હજાર છાત્રો કરશે મતદાન

વડોદરા :આજે વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. આ માટે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 41,000 વિદ્યાર્થીઓ મતદાન કરવાના છે.

 આ અંગે સામાન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ચૂંટણી ટાઇમપાસ અને મઝા છે. જાહેરમાં થતી મારામારી અમારા માટે ફ્રીનું મૂવી ટ્રેલર છે. અમારા હિતની અને પ્રશ્નોની ચર્ચા ચૂંટણી વખતે જ કરાય છે.

(12:02 pm IST)