Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સીઢીયા ઉન્હે મુબારક હો, જિન્હે સિર્ફ છત તક જાના હો, હમારી મંજિલ તો આસમાન હૈ, રાસ્તા હમે ખુદ બનાના હૈ

ગુજરાતમાં ઓન લાઇન બિનખેતીની પહેલી અરજી અમદાવાદ જિલ્લામાં મંજુર

કલેકટર વિક્રાંત પાંડે અને અધિક કલેકટર મેહુલ દવેની કમાલ

રાજકોટ તા.૨૪: ગુજરાત સરકાર દ્વારા વધુ વહીવટી પારદર્શીતા લાવવા માટે જમીન મહેસુલ સહિતની કલમ -૬૫ અંતર્ગત બિન ખેતી મેળવવાની કાર્યપધ્ધતિ ઓન લાઇન કરવા બાબત મહેસુલ વિભાગના તા. ૧૬/૮/૨૦૧૮ના ઠરાવથી નિર્ણય કરવામાં આવેલ. જે અન્વયે કલેકટર કચેરી, અમદાવાદ ખાતે અલગથી એન.એ. સ્ક્રુટીની સેલની કલેકટરશ્રી દ્વારા રચના કરવામાં આવેલ છે તથા સદર ઠરાવના દિવસથી જ ઓનલાઇન એન.એ. ની કામગીરી અમદાવાદ જિલ્લા ખાતે અમલમાં લાવેલ છે. જે મુજબ એન.એ. પરવાનગી માટેની આજદિન સુધી મળેલ ઓનલાઇન અરજીઓ માંથી ૦૨ અરજીઓનો કલેકટર, અમદાવાદ દ્વારા હકારાત્મક નિકાલ કરાયેલ છે.

કિર્તિભાઇ પટેલ અને રૃપેશભાઇ પટેલની ઓન લાઇન અરજી માત્ર ૩ દિવસમાં મંજુર કરી અરજદારને જાણ કરાયેલ છે. જિલ્લા કલેકટર શ્રી વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટર શ્રી મેહુલ દવે અને તેમના સાથીદારોએ જહેમત ઉઠાવી ગુજરાતની બિનખેતીની પ્રથમ ઓન લાઇન અરજી મંજુર કરવાની સિધ્ધિ મેળવી છે.(૧.૧૭)

(11:38 am IST)