Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ફકત રૂ. ૯૦૦ ની લાંચના છટકામાં બનાસકાંઠાના ધાનેરાના સબ રજીસ્‍ટ્રાર જગદીશભાઇ દેસાઇ એસીબી હાથે ઝડપાયાઃ એસીબી ટોલ ફ્રી ફોન નંબર ૧૦૬૪ આધારે સફળ ડેકોય છટકું : સુરતમાં પાંચ લાખની લાંચ લેતા ત્રણ ઝડપાયા ?

રાજકોટ : એસીબી ના ટોલ ફ્રી નંબર  ૧૦૬૪ પર દસ્‍તાવેજના ટાઇપીગનું કામ કરતા તથા દસ્‍તાવેજ લખવાનું કામ કરતા ફરીયાદી અરજદાર વતી સબ રજીસ્‍ટ્રાર ઓફીસમાં જઇ આ દસ્‍તાવેજમાં નિયમ મુજબ સહી કરવા અને ખામીઓ ન કાઢવા માટે અરજદાર પાસેથી  રૂ.૯૦૦ ની લાંચની માગણી કર્યાની ફરીયાદ એસીબી  ને મળી હતી. એસીબી એ ટોલ ફ્રી ફોન નંબર આધારે અરજદારનો સંપર્ક કરી સહકાર આપવા તૈયાર કરી ડેકોય  છટકાનું આયોજન કરેલ અને અરજદાર પાસેથી દસ્‍તાવેજ કરવાની કાયદેસરની ફી રૂ. ર૧૦૦ દસ્‍તાવેજ કરવાની કાયદેસરની ફી તથા લાંચ પેટે વધારાના રૂ.૯૦૦ ની રકમ સ્‍વિકારતા એસીબી ના બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે.જે. પટેલના સુપરવિઝનમાં બનાસકાંઠા, પાલનપુરના એસીબી પીઆઇ કે.જી. પટેલે આબાદ ઝડપી લીધા હતા.

દરમિયાન સુરતમાં રૂ. પ લાખની લાંચ લેતા પોષ્‍ટ વિભાગના કલાર્ક અને બે એજન્‍ટ ઝડપાયાના મેસેજો સોશ્‍યલ મીડિયામાં ધુમ મચાવી રહ્યા છે.

(9:09 pm IST)