Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગુજરાત : વિવિધ ભાગોમાં હળવા વરસાદી ઝાપટાઓઃ પંચમહાલમાં ભારે વરસાદ

અમદાવાદ, તા.૨૩: સૌરાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં મોર્નિંગ અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ પ્રવર્તી રહી છે. હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી કોઇપણ પ્રકારની ચેતવણી તંત્ર દ્વારા જારી કરાઈ નથી. મોડી સાંજે પંચમહાલ, હાલોલમાં ધોધમાર વરસાદ થયો હતો.

(10:15 pm IST)