Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મોદીએ માત્ર કોંગ્રસની યોજનાના નામ બદલ્યા : જમીનીસ્તરે લાભ મળ્યો નથી;અમિત ચાવડા

 

અમદાવાદ :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતને જરૂરી હતી ત્યારે વડાપ્રધાન આવ્યા હોત તો આંનદ થયો હોત. ગુજરાતીની માંગ છે કે ચાર હજાર કરોડના મગફળી કાંડમાં ન્યાયીક તપાસ થાય. તેમણે આક્ષેપ કર્યો કે મોદી માત્ર કોંગ્રસની યોજનાના નામ બદલી નેમ ચેન્જર બન્યાં છે. આજ દિન સુધી એક પણ યોજનાનો જમીનીસ્તરે લાભ મળ્યો નથી.

(8:51 am IST)