Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સુરતમાં સીએનજી પમ્પમાં કારમાં અચાનક આગ લગતા અફરાતફરી

હજીરા નજીક ઇચ્છાપોર નજીક ઘટના ;કર્મચારીઓએ સમયસૂચકતા વાપરી કારને ધક્કો મારીને દૂર લઇ ગયા

 

સુરતઃ સુરતમાં સીએનજી પમ્પ પર એક કારમાં અચાનક આગ લગતા અફરાતફરી મચી જવા પામી હતી હજીરા વિસ્તારમાં ઈચ્છાપોર નજીક આવેલા સીએનજી પમ્પમાં કારમાં અચાનક  આગ ભભૂકી ઉઠતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.જોકે પમ્પના કર્મચારીઓએ સમયસુચક્તા વાપરીને કારને ધક્કો મારીને દૂર લઈ ગયા હતા અને આગ બુઝાવી હતી

  ઈચ્છાપોર નજીક આવેલા એક સીએનજી પમ્પમાં ગેસ ભરાવા આવેલી કારમાં અચાનક આગ ફાટી નિકળી હતી. આગ લાગતાં પમ્પ પર નાસભાગ મચી ગઈ હતી અને લોકોનાં જીવ તાળવે ચોંટ્યા હતા.

(11:03 pm IST)