Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વડોદરાના ગોત્રી વિસ્તારોમાંથી દબાણો હટાવાયા :કોર્પોરેશન અને પોલીસતંત્રની સંયુક્ત કાર્યવાહી

 

વડોદરામાં કોર્પોરેશન અને પોલીસતંત્ર સંયુક્ત રૂપે ટ્રાફિકને નડતરરૂપ ગોત્રી વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી .

  ગોત્રી વિસ્તારમાં ગાયત્રીનગર પાણીની ટાંકીથી ગોત્રી તળાવ સુધીનાં મુખ્ય રસ્તા પર આવેલી દુકાનોનાં પાર્કિંગમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા  દબાણ શાખાના કર્મચારીઓ સાથે ગોત્રી પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.

 ગોત્રી વિસ્તારમાં દર ગુરુવારે ભરાતા બજારને કારણે સ્થાનિકો, રાહદારીઓ તેમજ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાતા હતા. અહીં પણ પાર્કિંગ વિસ્તારના દબાણો દૂર કર્યા હતા.

(11:36 pm IST)