Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બીટકોઈન તોડકાંડ કેસના આરોપી અમરેલી પીઆઇ અનંત પટેલની વચગાળાના જમીન અરજી કોર્ટે ફગાવી

સુરત :કરોડો રૂપિયા બીટ કોઈન તોડકાંડ કેસના આરોપી અમરેલી પી.આઈ. અનંત પટેલની વચગાળાના જામીન અરજી કોર્ટે ફગાવી છે. અનંત પટેલે તેમની માતા બીમાર હોવાથી સારવાર માટે હાજર રહેવા વચગાળાના જામીન માગ્યા હતા. જે જામીન અરજીનો સરકારી વકીલે વિરોધ કર્યો હતો.

  સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી પી.આઈની માતાની સારવાર માટેની હાજરી જરૂરી નથી. તેમની માતાની આર્થિક પરિસ્થિતિ સારી છે તેથી સારવાર માટે આરોપીની હાજરીની જરૂર નથી. કોર્ટ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી અનંત પટેલની જામીન અરજી ફગાવી હતી.

(8:51 pm IST)