Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઉકાઈ ડેમની જળસપાટી 310.07 ફૂટે પહોંચી "છેલ્લા 24 કલાકમાં 4 ફૂટ વધી

સુરતમાં તાપી નદી પરના ઉકાઈ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક સતત જળવાયેલી રહેતા ડેમની સપાટીમાં વધારો નોંધાયો હતો. સવારે ઉકાઈ ડેમની સપાટી 310.07 ફૂટ છે. જ્યારે ડેમમાં 121842 કયૂસેક પાણીની આવક થઇ રહી છે. જેથી 24 કલાકમાં 4 ફૂટ સપાટી વધી છે. ઉપરવાસમાં આવેલા હથનુર ડેમમાં પણ પાણીનો ઇનફ્લો ઘટતા ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(8:26 pm IST)