Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

મહેસાણાના કડીમાંથી ૪ આખલા અને ૧ ભેંસને લઇને જતા પ૦ વર્ષના વૃદ્ધને કહેવાતા ૩ ગૌરક્ષકોઅે ઢોર માર માર્યો

મહેસાણાઃ મહેસાણાના કડી તાલુકાના આલમપુર (ધાનાલી)ના સૈયદવાસમાં રહેતા ફકીર મોહમ્મદ સૈયદ (ઉ.વ.પ૦) ૪ આખલા અને ૧ ભેંસને લઇને જઇ રહ્યા હતા ત્‍યારે ૩ શખ્‍સોઅે પોતે ગૌરક્ષકો હોવાની ઓળખ આપીને ઢોર માર માર્યો હતો. જેથી પોલીસમાં આનંદ રબારી, લાભુ રબારી અને વાઘુ રબારી સામે ફરિયાદ કરવામાં આવી છે.

પીઅેસઆઇ કે.જી. ગોસ્‍વામીઅે જણાવ્યું હતું કે, આરોપીઓઅે સૈયદને ગેરકાયદેસર પશુઓની હેરફેર કરતો હોવાનું જણાતા માર માર્યો છે. આ બનાવ અંગે સામસામી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

(5:44 pm IST)