Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

વડોદરાના સુરસાગર સરોવરમાં આવેલ શિવજી ભગવાનની ૧૧૧ ફૂટની મૂર્તિને સોનાનો શૃંગાર કરવામાં આવશે

વડોદરાઃ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્‍યારે ભાવિકો દ્વારા શિવજી ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવે છે ત્યારે વડોદરામાં આવેલ સુરસાગર સરોવરમાં રહેલ મહાદેવની ૧૧૧ ફૂટ ઉંચી મૂર્તિને સોનાનો શૃંગાર કરવામાં આવશે. શિવજી પ્રત્યેની અનોખી ભક્તિ અને સમર્પણભાવ માટે મૂર્તિ ઉપર ગોલ્ડન વર્ક કરવામાં આવશે.

ગોલ્ડન વર્ક માટે હાલ મૂર્તિની માપસાઇઝ લેવાઇ રહી છે. આ અંગે ધારાસભ્ય યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દિલ્હીની અેક અેજન્‍સીનો સંપર્ક કરીને મૂર્તિની આજુબાજુ માળખા બાંધવાનું કામ આપવામાં આવ્યું છે. અને સપ્‍ટેમ્બરના અંત સુધીમાં અે કામગીરી શરૂ થઇ જશે.

સુરસાગર તળાવમાં આ મૂર્તિ ૨૦૦૨માં બનાવવામાં આવી હતી અને ભારતની સૌથી ઉંચી શિવમૂર્તિ હોવાનું કહેવાય છે. આ મૂર્તિ બનાવવા માટેનું કામ ૧૯૯૬માં શરૂ કરાયુ હતું અને ૬ વર્ષના અંતે સંપૂર્ણ મૂર્તિ તૈયાર થઇ હતી. આ મહાદેવને સર્વેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. યોગેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, અેન.આર.આઇ. ડો. કિરણ પટેલે સુવર્ણ શૃંગાર માટે રૂૂ.૪.પ કરોડનું દાન આપ્યું છે, જ્યારે ૨.પ કરોડ અન્‍ય દાતાઓઅે ફાળવ્યા છે.

(5:43 pm IST)