Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા પાંચ માસથી લાલશાહીથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પોરબંદર પેરોલ ફર્લો સ્કોડ

પોલીસ મહાનીર્દેશક સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ ગુ.રા. ગાંધીનગરનાઓ તરફથી નાશતા ફરતા આરોપીઓ પકડવા સારૂ તા.૨૩/૦૭/૨૦૨૧ થી તા.૨૫/૦૭/૨૦૨૧ દરમ્યાન ખાસ ઝુંબેશ રાખવામા આવેલ જે અન્વયે જુનાગઢ રેન્જ ના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા  જીલ્લા પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ નાશતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડના ઇ/ચા પોલીસ સબ ઇન્સ. ઍન.એમ.ગઢવીએ પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસોને નાશતા ફરતા આરોપીઓ પકડવા સારૂ સુચના આપેલ.
આજરોજ પોરબંદર  પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફનાં માણસો પોરબંદર સિટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ. પ્રકાશભાઇ ગોરધનભાઇ નકુમ તથા પીયુષભાઇ રણમલભાઇ સીસોદીયા નાઓને બાતમીરાહે હકિકત મળેલ કે, કિર્તીમંદીર પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ સી ૧૧૨૧૮૦૦૬૨૧૦૧૩૧/૨૦૨૧ પ્રોહી ક. ૬૬(૧)બી,૬૫ઇ,૯૮(૨),૮૧ મુજબના કામનો લાલશાહીથી નાશતો ફરતો આરોપી વિરા મેપાભાઇ કોડીયાતર રહે. બોરીચા વાળો પોરબંદર આવનાર છે જેથી બાબુ ગોલાઇ પાસે બાતમીવાળી જગ્યાએ આવી વોચમા હતા દરમ્યાન લાલશાહીથી નાશતો ફરતો આરોપી વિરા મેપાભાઇ કોડીયાતર (ઉ.વ. ૨૩) ( રહે. બોરીચા ગામ રબારી કેડા જી.પોરબંદર) મળી આવેલ તેનો કોરોના ટેસ્ટ કરાવતાં નેગેટીવ આવેલ. જેથી તેને સી. આર .પી.સી. ક. ૪૧(૧)આઇ મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી કરવા સારૂ કિર્તીમંદીર પો.સ્ટે. ને સોપી આપેલ. છે
આ સમગ્ર કામગીરીમાં પોરબંદર,  પેરોલ ફર્લો સ્કોડનાં પો.સ.ઇ. શ્રી એન.એમ.ગઢવી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફનાં પો.હેડ કોન્સ. પિ.કે.બોદર તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ગોરધનભાઈ તથા પીયુષભાઇ રણમલભાઇ તથા વજશીભાઈ માલદેભાઈ તથા રોહિતભાઈ વસાવા જોડાયા હતાં

(7:46 pm IST)