Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી

મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ હાથતાળી આપી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.  

   હવામાન વિભાગના કહેવા પ્રમાણે, 23થી 26 જુલાઈ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે. આ દરમિયાન અનેક ઠેકાણે ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે

(2:22 pm IST)