Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કેન્દ્રના ગૃહ મંત્રાલયે ગુજરાતના 4 DSP રેન્કના અધિકારીઓને IPS કેડર ફાળવી

DCP સજ્જન સિંહ વી પરમાર, સુરત ગ્રામ્યના DSP અશોક મુનિયા,ગાંધીનગરના DSP મયુરસિંહ ચાવડા અને મહિસાગરના DSP ઉષા રાડાને IPS કેડર ફાળવી

અમદાવાદ : ગુજરાતના ચાર DSP રેન્કના અધિકારીઓને IPS કેડર ફાળવાઈ છે  જેમાં બે અધિકારીઓને 2012ની બેચ અને બીજા બે અધિકારીઓને 2013ની બેચ ફાળવૈ છે  આ અધિકારીઓ ઘણા લાંબા સમયથી IPS કેડરની રાહ જોતા હતા, આખરે કેન્દ્રના ગૃહ મંત્રાલયે 4 અધિકારીઓને IPS કેડર ફાળવી દીધી છે.

ગુજરાત કેડરના ચાર IPS અધિકારીઓ સુરતના DCP સજ્જન સિંહ વી પરમાર,સુરત ગ્રામ્યના DSP અશોક મુનિયા,ગાંધીનગરના DSP મયુર ચાવડા અને મહિસાગરના DSP ઉષા રાડાને IPS કેડર ફાળવી દીધી છે. સુરતના DCP સજ્જન સિંહ પરમાર અને સુરત ગ્રામ્યના DSP અશોક મુનિયાને 2012ની IPS કેડર ફાળવી છે. જયારે ગાંધીનગર SP મયુર ચાવડા અને મહિસાગરના SP ઉષા રાડાને 2013ની બેચ ફાળવવામાં આવી છે. આ ચારેય અધિકારીઓમાં સુરત ગ્રામ્ય DSP અશોક મુનિયા સૌથી સિનિયર IPS છે. પરતું અમુક કારણોસર તેમને IPS નોમિનેશન મોડું મળ્યું હતું.

એસવી પરમારને વર્ષ 2015માં IPSનું નોમિનેશન મળ્યું હતું, જયારે અન્ય ત્રણ અધિકારીઓ અશોક મુનિયા, મયુર ચાવડા અને ઉષા રાડાને 2016માં IPSનું નોમિનેશન મળ્યું હતું. આ અધિકારીઓની બેચના બીજા અન્ય અધિકારીઓને 2011 અને 2012ની બેચ ફાળવવામાં આવી છે. આ 4 અધિકારીઓને IPS નોમિનેશન મળી ગયું હતું. પરતું બેચ હાલમાં ફાળવવામાં આવી છે.

IPS સજ્જન સિંહ પરમાર, મયુર ચાવડા અને ઉષા રાડા 2005 બેચના ડાયરેક્ટ DYSP હતા. જયારે IPS અશોક મુનિયા 1996 બેચના ડાયરેક્ટ DYSP હતા. તેમની સામે ખાતાકિય તપાસના કારણે નોમિનેશન મોડું થયું હતું. આ બેચના અધિકારીઓ હાલમાં ગુજરાતમાં એડિશનલ ડીજી રેન્કના અધિકારી થઈ ગયા.

(11:58 pm IST)